ગુજરાતટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ, જાણો પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી

  • સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ થશે
  • મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
  • 19 નવેમ્બરે રમાનારી ફાઈનલ પણ અમદાવાદમાં જ યોજાશે

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની કિક-સ્ટાર્ટ થવાની રાહ આ અઠવાડિયાના અંતમાં સમાપ્ત થશે. કારણ કે 2019 WC ફાઇનલના પુનરાવર્તન સાથે ગુરુવારે ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડનો સામનો કરશે. આ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત 19 નવેમ્બરે રમાનારી ફાઈનલ પણ અમદાવાદમાં જ યોજાશે. આ પહેલા આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ પણ થવાની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાકમાં જાણો કયા શહેરોમાં છે વરસાદની આગાહી

ઓપનિંગ સેરેમની ક્યાં સમયે યોજાશે ?

ICC અને BCCI એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે 4 ઓક્ટોબરે ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું છે, જ્યાં બોલિવૂડના ઘણા ગાયકો અને કલાકારો પરફોર્મ કરશે. સમારોહનો સમય, ફટાકડાનો ભવ્ય શો અને દેશના ટોચના સ્ટાર્સના પરફોર્મન્સ, સાંજે 7 વાગ્યે શરૂ થશે તેમજ તમામ 10 કેપ્ટનોની ટૂર્નામેન્ટ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સ પણ કાલે 4 ઓક્ટોબરે અમદાવાદમાં થશે. કાલના ઉદ્ઘાટન સમારોહ માટે, BCCIએ રણવીર સિંહ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, શંકર મહાદેવન અને દિગ્ગજ આશા ભોસલે સહિત દેશના ઘણા પ્રખ્યાત કલાકારોને સામેલ કર્યા છે.

દર્શકોને ખુશ કરવા માટે લેસર શો અને આતશબાજી

જે ચાહકોએ ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ ખરીદી છે તેઓને 4 ઓક્ટોબરે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. ICC અને BCCIના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. બીસીસીઆઈ અને આઈસીસી આ ઈવેન્ટમાં તમામ ક્રિકેટ બોર્ડના ટોચના વહીવટકર્તાઓને આમંત્રિત કરશે. એવું જાણવા મળ્યું છે કે તમામ 10 કેપ્ટન 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. 3 ઓક્ટોબરે 3 વોર્મ-અપ મેચ થવાની છે, તેથી તે છ ટીમોના કેપ્ટન 3 ઓક્ટોબરે મોડી રાત્રે અથવા વહેલી સવારે અમદાવાદ આવશે.

વર્લ્ડ કપ 2023ની તમામ ટીમોના કેપ્ટનોની યાદી:

ભારત: રોહિત શર્મા
પાકિસ્તાનઃ બાબર આઝમ
ઈંગ્લેન્ડ: જોસ બટલર
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ
ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન
શ્રીલંકા: દાસુન શનાકા
બાંગ્લાદેશ: શાકિબ અલ હસન
નેધરલેન્ડ: સ્કોટ એડવર્ડ્સ
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી

Back to top button