પુરૂષો પરણિત મહિલાઓ તરફ કેમ વધુ આકર્ષાય છે? જાણો કારણો
- પરણિત સ્ત્રીઓ હંમેશા ડેટ માટે ઉપલબ્ધ હોતી નથી. તેમની સાથે ડેટિંગ કરવુ સરળ પણ નથી, જે પુરુષોને ખૂબ જ રોમાંચક લાગે છે. સામાન્ય રીતે પુરુષો કુંવારી છોકરીઓના બદલે પરણિત મહિલાઓ સાથે ડેટ કરવાનું વધુ પસંદ કરે છે.
પરણિત મહિલાઓ તરફ અપરણિત પુરૂષો આકર્ષાય તેવુ સદીઓથી બનતુ આવ્યુ છે. સામાન્ય રીતે પુરુષો કુંવારી છોકરીઓના બદલે પરણિત મહિલાઓ સાથે ડેટ કરવાનું વધુ પસંદ કરે છે. આજ પહેલા આ વાત ક્યારેય આટલી ખુલ્લેઆમ સ્વીકારવામાં આવી નથી. આપણી સંસ્કૃતિમાં આ બધું સ્વીકારવામાં આવતું નથી, તેમ છતાં સમાજમાં આવી વાતો સાંભળવા મળતી રહે છે. અહીં તમે આવા જ કેટલાક કારણોને વિગતવાર જાણી શકો છો. જાણો શું છે તેના કારણ?
અનુપલબ્ધતા
પરિણીત સ્ત્રીઓ વિશે કેટલાક પુરૂષોને અપીલ કરતી એક બાબત તેમની અનુપલબ્ધતા છે. પરણિત સ્ત્રીઓ હંમેશા ડેટ માટે ઉપલબ્ધ હોતી નથી. તેમની સાથે ડેટિંગ કરવુ સરળ પણ નથી, જે પુરુષોને ખૂબ જ રોમાંચક લાગે છે. આ કારણે ઘણા પુરુષો પરિણીત મહિલાઓને ડેટ કરવાનો પ્રયાસ કરતા રહે છે .
સંબંધોની સારી સમજ
લગ્ન પછી મહિલાઓને સંબંધોની સારી સમજ હોય છે. જેના કારણે તે પોતાના નિર્ણયો લાગણીના આધારે ઓછા અને જરૂરિયાતના આધારે વધુ લે છે. સામાન્ય રીતે પુરુષોને સ્ત્રીઓની આ સમજ ખૂબ ગમે છે.
કેરિંગ નેચર
પરણિત મહિલાઓ ખૂબ જ કેરિંગ નેચરની હોય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની આસપાસના લોકો વિશે પણ વિચારીને કામ કરે છે, દરેક વ્યક્તિ ખુશ રહે તેનું ધ્યાન રાખે છે. જેના કારણે પુરૂષો તેમની તરફ જલ્દી એટ્રેક થાય છે.
મેચ્યોરિટી
પરિણીત મહિલાઓમાં વધુ મેચ્યોરિટી હોય છે . આવી સ્થિતિમાં, તે દરેક વસ્તુઓને લઇને સારી અને પ્રેક્ટિકલ સમજ ધરાવે છે. આ વસ્તુ તેમને કુંવારી છોકરીઓથી ઘણી અલગ બનાવે છે, જે પુરુષોને ખૂબ જ ગમે છે.
ફિઝિકલ એપિયરન્સ
પરિણીત મહિલાઓ ખૂબ જ સુંદર પોશાક પહેરે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે લગ્ન પછી મહિલાઓમાં હોર્મોનલ બદલાવ આવે છે, જેના કારણે તેમનો રંગ સુધરે છે. આવી સ્થિતિમાં પુરૂષો પોતાની જાતને તેમની તરફ આકર્ષિત થતા રોકી શકતા નથી.
આ પણ વાંચોઃ 2023નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક કેથલિન કેરિકો તથા વિઝમેનને ફાળે