રાહુલ ગાંધી સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા, લંગર હોલમાં વાસણો ધોવાની સેવા આપી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર અમૃતસરમાં શ્રી હરમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં એમણે પૂજા-અર્ચના કરી હતી. પૂજા કર્યા પછી રાહુલ ગાંધીએ લંગર હોલમાં વાસણો ધોવાની સેવા પણ આપી છે.
आज @RahulGandhi जी अमृतसर में श्री हरमंदिर साहिब के दर पर पहुंचे, वहां उन्होंने सेवा की। pic.twitter.com/cdKqWsWh4m
— Congress (@INCIndia) October 2, 2023
વાસણ ધોવાની સેવા આપતા સમયે તેમણે પાઘડીના બદલે ગુરુદ્વારામાં માથા પર વાદળી રંગનો પટ્ટો પહેર્યો હતો. અગાઉ જ્યારે તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન આવ્યા હતા ત્યારે તેમણે પાઘડી પહેરી હતી.
#WATCH | Punjab: Congress MP Rahul Gandhi offers ‘Sewa’ at Golden Temple in Amritsar. pic.twitter.com/D8JZLRIOoR
— ANI (@ANI) October 2, 2023
રાહુલ ગાંધી તેમની આ મુલાકાતને ખાનગી રાખવામાં માંગતાં હતા, આ દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમ રાખવામાં આવ્યા નથી. જેના કારણે પંજાબના કોંગ્રેસી નેતાઓ તેમનું સ્વાગત કરવા પણ આવ્યા નતા આવ્યા. તેમની મુલાકાત પહેલા પંજાબ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત સર્વે રિપોર્ટ જાહેર