ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ દિલ્હી પોલીસના સકંજામાં

  • સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા આતંકવાદી શાહનવાઝ સહિત ત્રણની કરાઈ ધરપકડ
  • ઉત્તર ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાની બનાવી રહ્યા હતા યોજના

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની સોમવારે(2 ઓક્ધટોબરે) ધરપકડ કરવામાં આવી છે. NIAએ ધરપકડ કરાયેલા આતંકવાદી શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું, તે પુણે ISIS કેસમાં વોન્ટેડ આતંકવાદી હતો. વ્યવસાયે એન્જિનિયર શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે અને પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગીને દિલ્હીમાં રહેતો હતો. જેને પગલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વિભાગે આતંકવાદી શાહનવાઝ સાથે કેટલાક અન્ય લોકોની પણ અટકાયત કરી છે. જેને લઈને વધુ તપાસ ચાલી રહી છે..

આતંકવાદીઓ ઉત્તર ભારતમાં આતંકી ઘટનાને આપવાના હતા અંજામ

દિલ્હી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્પેશિયલ સેલ વિભાગે અત્યાર સુધીમાં શાહનવાઝ ઉર્ફે શફી ઉઝમા સહિત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકીઓ એન્જિનિયર રહેલા છે. આવા આતંકવાદી કાવતરા કરનારાઓ વિદેશ સ્થિત હેન્ડલર્સની સૂચનાઓ લઈને ઉત્તર ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ યોજનાને અંજામ આપે તે પહેલા જ સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પેશીયલ સેલ વિભાગને આતંકીઓ પાસેથી IED ફેબ્રિકેશન માટે ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ સામગ્રી સહિત ગુનાહિત સામગ્રીઓ મળી આવી છે…

 

NIAએ શાહનવાઝ અને અન્ય ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ જેવા કે રિઝવાન અબ્દુલ હાજી અલી, અબ્દુલ્લા ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા લિયાકત ખાન વિશેની માહિતી આપવા માટે પ્રત્યેકને રૂપિયા 3 લાખના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

આ ત્રણેય આતંકી શાહનવાઝ, અબ્દુલ્લા અને રિઝવાન ટેલિગ્રામ એપ પર ISIS મિશનમાં જોડાવા માટે કટ્ટરપંથી બન્યા હતા, એવો આરોપ છે કે, તેઓ મહારાષ્ટ્રના પુણે ખાતે ISISના આતંકવાદી કાવતરામાં જોડાયેલા હતા. તેઓ દેશમાં હિંસા અને આતંક ફેલાવવા માંગતા હતા, તેમ NIAના સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ્લા પુણેમાં ડાયપર સ્ટોર ચલાવતો હતો. જેનો ઉપયોગ વિસ્ફોટક ઉપકરણોને એસેમ્બલ કરવા માટે થતો હતો. જયારે રિઝવાન અલી દિલ્હીનો છે. તેની અને તેના નાના ભાઈની 2018માં કથિત ISIS લિંક્સ માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તેમની વિરુદ્ધ પુરાવા શોધી શકી ન હતી. તેથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીના રામલીલા મેદાન ઉપર ‘પેન્શન શંખનાદ રેલી’, ગુજરાતના 7 હજાર સરકારી કર્મચારીઓ જોડાયા

Back to top button