ચેતી જજો: ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ સાઇબર ક્રાઇમના ગુના નોંઘાયા
- ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના બનાવો પોલીસતંત્ર માટે પડકારરૂપ
- સાયબર ક્રાઇમ અરજદારોની માત્ર અરજી લે પરંતુ FIR નોંધે નહીં
- પોલીસ અપડેટ થાય તો સાઇબર માફિયા નવું શસ્ત્ર શોધી કાઢે છે
ચેતી જજો: ગુજરાતના અમદાવાદ શહેરમાં સૌથી વધુ સાઇબર ક્રાઇમના ગુના નોંઘાયા છે. તેમજ સુરત બીજા, વડોદરા ત્રીજા નંબરે છે. સિક્યોરિટી સિસ્ટમ જાણે લકવાગ્રસ્ત તો સામાન્ય પ્રજા લાચાર છે. રોજિંદા 186 અને દર 7.5 મિનિટે એક સાઈબર ફ્રોડ થાય છે. વર્ષ 2020થી મે-2023 સુધી સાઇબર ક્રાઇમના ગુનામાં 22.57 લાખ અરજી થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતનો વિદાય પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કયા થશે મેઘમહેર
ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના બનાવો પોલીસતંત્ર માટે પડકારરૂપ
ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના બનાવો પોલીસતંત્ર માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર ક્રિમિનલ્સ માઇલો દૂર બેઠા-બેઠા પોતાના બદઇરાદાઓને અંજામ આપી રહ્યા છે તો પોલીસ ટેકનિકલ સર્વેલન્સના ભરોસે સાઇબર ફ્રોડના ગુના ઉકેલવા મથી રહી છે. આધુનિક આ ક્રાઇમ સામે પોલીસ અપડેટ થાય તો સાઇબર માફિયા નવું શસ્ત્ર શોધી કાઢે છે. માફિયા નવી ટ્રીક કહો કે મોડસ ઓપરેન્ડી અપનાવી સામાન્ય લોકોને છેતરી પોલીસને ચકરાવે ચઢાવી રહ્યા છે. ટેક્નોલોજીથી કાયમ અપડેટા રહેતા સાઇબર માફિયા સામે આપણી સિક્યોરિટી સિસ્ટમ ઘણી પછાત હોવાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તંત્રની લાચારી અને પ્રજામાં જાગૃતિના અભાવે સાઇબર ક્રિમિલન્સને મોકળું મેદાન મળી ગયું છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાને જોવા એક સાથે 20 હજાર લોકો ઉમટી પડતા અફરાતફરી
પોલીસ અપડેટ થાય તો સાઇબર માફિયા નવું શસ્ત્ર શોધી કાઢે છે
સાઇબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદ માટે 1930 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જે હેલ્પલાઇન અને NCCRP મુજબ દર મહિને ગુજરાતમાં સરેરાશ 5,585 અરજી, રોજિંદા 186 સાઇબર ફ્રોડની અરજી તો દર 7.5 મિનિટે એક સાઇબર ફ્રોડની અરજી નોંધાઈ રહી છે. જોકે, આ ડેટા તો ભોગ બનેલી વ્યક્તિઓએ હેલ્પલાઇન પર નોંધાવેલી ફરિયાદના છે. મોટાભાગના લોકો જાગૃતિના અભાવે FIR તો દૂર અરજી પણ કરતા નથી. જો આ આંકડો ધ્યાને લેવામાં આવે તો સાઇબર ક્રાઇમની સ્થિતિ સ્ફોટક હોવાની શક્યતા નકારી શકાય નહિ. સાઇબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે. લોકો સાઇબર ક્રાઇમનો ભોગ તો બને છે પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે. લોકો નજીકના પોલીસ મથક, સાઈબર સેલ કે ઓનલાઇન અરજી કરવામાં રસ દાખવતા નથી. અરજી કરે તો પણ તે અરજી FIRમાં કન્વર્ટ થવાનો રેશિયો પણ ઘણો નીચો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને 1930 હેલ્પલાઇનમાં નોંધાયેલા ડેટા પ્રમાણે ગુજરાતમાં સાઇબર ક્રાઇમ સંબંધિત 1.59 લાખ અરજી થઇ હતી, જેની સામે FIR માત્ર 1,233 કેસમાં જ નોંધાઇ હતી. આમ, માત્ર 0.8 ટકા કેસમાં FIR દર્જ થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મનોજ દાસે મહેસુલી કચેરીઓમાં સફાઇ અભિયાન શરૂ કર્યું, કામચોરોમાં ફફડાટ
સાયબર ક્રાઇમ અરજદારોની માત્ર અરજી લે પરંતુ FIR નોંધે નહીં
રાજ્યમાં સાયબર ક્રાઇમ મોટાભાગના કિસ્સાઓમાં ઠગાઇ, બિભત્સ ફોટા વાયરલ જેવા પ્રકારના ગુનાઓમાં અરજદારો ફરિયાદ કરવા આવે. જેથી સાયબર ક્રાઇમ અરજદારોની માત્ર અરજી લે પરંતુ FIR નોંધે નહીં. બીજી તરફ, સાયબર ક્રાઇમ અરજીના આધારે ગુનાઓ ડિટેક્શન કરીને આરોપીને પકડી પાડે તે દિવસે અરજદારને બોલાવીને FIR નોંધતી હોય છે. આવી રીતે અનેક અરજીઓનું ડિટેક્શન પણ સાયબર ક્રાઇમ કરી શકી નથી. સાયબર ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ વધુ ન દેખાય એટલે અધિકારીઓ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે.