- ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ડેલ સ્ટેને વર્લ્ડ કપ પહેલા મોહમ્મદ સિરાજ વિશે રસપ્રદ પ્રતિક્રિયા આપી છે.
World Cup 2023: વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છે. આ પહેલા ટીમ ઈન્ડિયા બે વૉર્મ-અપ મેચ રમવાની હતી. પરંતુ ભારતની પ્રથમ વૉર્મ-અપ મેચ ઇંગ્લેન્ડ સામે વરસાદના કારણે રદ થઈ છે. ટીમ ઈન્ડિયાની હવે 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેની બીજી વૉર્મ-અપ મેચ તિરુવનંતપુરમમાં રમશે.
- દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેને વર્લ્ડ કપ મેચ પહેલા ઝડપી બોલર મોહમ્મદ સિરાજના વખાણ કર્યા છે. સ્ટેઈનનું કહેવું છે કે વર્લ્ડ કપ 2023 દરમિયાન સિરાજનું પ્રદર્શન જોવા જેવું રહેશે.
સ્ટેને કહ્યું, “વર્લ્ડ કપ 2023 દરમિયાન બધાની નજર ઘણા ફાસ્ટ બોલરો પર રહેશે.” ત્યારે મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સિરાજની બોલીગ સ્વિંગની સાથે આશ્ચર્ય સર્જી શકે છે. જસપ્રિત બુમરાહની સાથે સિરાજ પણ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
સિરાજના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠતા દર્શાવી છે. સિરાજે 30 વનેડે મેચોમાં 54 વિકેટ લીધી છે. તેણે 8 T20 મેચમાં 11 વિકેટ લીધી છે. આ સાથે તેણે 21 ટેસ્ટ મેચમાં 59 વિકેટ લીધી છે. સિરાજે તાજેતરમાં એશિયા કપ 2023 દરમિયાન ખતરનાક બોલિંગ પણ કરી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ઘાતક બોલિંગ પણ કરી હતી. સિરાજે શ્રીલંકા સામે 21 રન આપીને 6 વિકેટ લીધી હતી.
સિરાજે નેપાળ સામે 61 રન આપીને 3 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામેની મેચમાં 17 રનમાં એક વિકેટ લીધી હતી. તાજેતરમાં જ તેણે ઓસ્ટ્રેલિયા સામે રાજકોટ વનડેમાં 68 રનમાં એક વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે?
વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરે મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
આ પણ વાંચો: મોદી સ્ટેડિયમમાં મેચોથી અમદાવાદ એરપોર્ટ બનશે વ્યસ્ત : ચાર્ટર્ડ ફલાઈટના અરેન્જમેન્ટ માટે તંત્ર સજ્જ