ટ્રેન્ડિંગનેશનલ

હવાઈદળના વડા સહિત વીર જવાનોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

  • “સ્વચ્છતા પખવાડિયા-સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા અભિયાન
  • દિલ્હીમાં ઇન્ડિયન એરફોર્સના હેડક્વાટરની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
  • અભિયાનમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી પણ જોડાયા

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે(1 ઓક્ટોબરે) સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી માટે ઇન્ડિયન એરફોર્સના હેડક્વાટરની આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં હવાઈદળના વડા વી.આર.ચૌધરી સહીત દેશના વીર જવાનો પણ જોડાયા હતા.  ‘એક તારીખ, એક ઘંટા, એક સાથ’ ઝુંબેશ અંતર્ગત રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, સ્વચ્છતાને એક જન ચળવળ બનાવવા માટે દર વર્ષે 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન  હાથ ધરવામાં આવ્યું છે.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન

દિલ્હીમાં ઇન્ડિયન એરફોર્સના હેડક્વાટરની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેડક્વાટરની આજુબાજુના વિસ્તારને સ્વચ્છ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં હવાઈદળના વડા વી.આર.ચૌધરીની સાથે ઇન્ડિયન એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ, હવાઈ યોદ્ધાઓ સહિતના દેશના વીરજવાનોએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. જેઓએ સાથે મળીને આજુબાજુના વિસ્તારોમાં જમા થયેલ કચરો દુર કરીને સાફ-સફાઈ કરી હતી અને સમગ્ર ભારતમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. તેમજ જ્યાં કચરો જમા થયેલો હોય તેવા વિસ્તારો સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

ગાંધી જયંતિ નિમિતે સોમવારે(2જી ઓક્ટોબરે) સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાનનું આયોજન સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણમાં સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, પ્રાણી સંગ્રહાલયો, બગીચાઓ, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારો, નાળા વગેરે અને અન્ય જાહેર સ્થળોની મોટા પાયે સફાઈ કરવાની છે. આ હેઠળની પ્રવૃત્તિઓના મુખ્ય ઘટક તરીકે જિલ્લા, બ્લોક અથવા ગામની જગ્યાઓ જ્યાં પહેલાથી જ કચરો જમા થયો છે તે સ્થાનોને ઓળખવા અને તેને સાફ કરવા જરૂરી છે.

આ પણ વાંચો:કન્નડ અભિનેતા નાગભૂષણે બેંગલુરુમાં સલમાનવાળી કરી

Back to top button