ટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાન દૂતાવાસે આજથી ભારતમાં કામકાજ કર્યું બંધ

Text To Speech

ભારતમાં અફઘાન દૂતાવાસનું કામકાજ 1લી ઓક્ટોબર એટલે કે આજથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાને ભારત તરફથી સહયોગ ન મળવાનો દાવો કર્યો છે. શનિવારે રાત્રે તેમણે જાહેરાત કરી હતી કે તે 1 ઓક્ટોબરથી ભારતમાં તેમનું કામકાજ બંધ કરી રહ્યા છીએ.

અફઘાન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ નિર્ણયની જાહેરાત કરતાં ખૂબ અફસોસ થઈ રહ્યો છે, ખૂબ જ દુખ અને નિરાશા સાથે નવી દિલ્હીમાંથી અફઘાનિસ્તાન દૂતાવાસ તેની કામગીરી બંધ કરવાના આ નિર્ણયની જાહેરાત કરી રહ્યું છે. તેમના આ નિવેદનમાં, દૂતાવાસે મિશનને અસરકારક રીતે ચલાવવામાં અસમર્થ હોવાના કેટલાક કારણો આપ્યા છે. તેણે આરોપ લગાવ્યો કે તેને ભારત દેશ તરફથી પૂરતુ સમર્થન મળતુ ન હતું, જેના કારણે તે પોતાનું કામ સારી રીતે કરી શકતા ન હતા. દૂતાવાસે એમ પણ કહ્યું છે કે તે અફઘાનિસ્તાનના હિતોને પૂર્ણ કરવામાં અપેક્ષાઓ પર ખરુ ઉતર્યું નથી.

 

દૂતાવાસ બંધ કરવાના આપ્યા આ 3 મોટા કારણો

દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં ભારત દેશ તરફથી જે મદદ મળવી જોઈતી હતી તે મળી નથી. દૂતાવાસ તરીકે, તે અફઘાનિસ્તાનના નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયું કારણ કે કાબુલમાં કાયદેસર સરકાર કાર્યરત નથી અને ભારત તરફથી જરૂરી મદદ મળી નથી. સંસાધનોની અછતને કારણે, દૂતાવાસના કર્મચારીઓની સંખ્યાને ન્યૂનતમ સુધી ઘટાડવી પડી, જેના કારણે મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવાનું વધુને વધુ મુશ્કેલ બન્યું. અફઘાન રાજદ્વારીઓના વિઝા રિન્યુ કરવામાં પણ સમસ્યા હતી અને તેના કારણે કામ પર અસર પડી હતી.

અફઘાન દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય અત્યંત ખેદજનક છે પરંતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ન્યુયોર્કમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Back to top button