ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રમાં વિધાનસભા સત્રની શરૂઆત, આજે સ્પીકરની ચૂંટણી

Text To Speech

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ફરી એક વાર શિવસેનાના બે જૂથ આમને સામને આવી ગયા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રાજન સાલવીને ઉમેદવાર બનાવ્યા છે, તો વળી ભાજપ તરફથી યુવા નેતા અને પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રાહુલ નાર્વેકરને અધ્યક્ષ પદ માટે નામાંકન કર્યું. આ ચૂંટણીમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તરફથી વ્હિપ જાહેર કરવામાં આવ્યું છે.પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, અમારા પર તે લાગૂ થતું નથી.

વિધાનસભા સત્રની શરૂઆત

આજે સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. ભાજપે સ્પીકર માટે રાહુલ નાર્વેકરને જ્યારે મહાવિકાસ અઘાડી તરફથી શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સ્પીકરની પસંદગી ધ્વનિ મત દ્વારા કરવામાં આવશે. જો કે, આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે અહીં પણ શિંદે જૂથનો જ દબદબો વર્તાઈ રહ્યો છે

વિધાનસભા સત્ર દરમિયાન હંગામો થવાની સંભાવના

શિવસેનાના ચીફ વ્હીપ સુનિલ પ્રભુએ વ્હીપ જાહેર કરીને તેના તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા અને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવાર રાજન સાલ્વીની તરફેણમાં મત આપવા જણાવ્યું હતું. જ્યારે  ભાજપ અને શિંદે જૂથે પણ તમામ ધારાસભ્યોને સમાન સૂચનાઓ આપી છે. જો કે રાજકીય ભૂકંપ બાદ શરૂ થયેલા વિધાનસભા સત્ર દરમિયાન પણ હંગામો જોવા મળી શકે છે.

ભાજપના 106 ધારાસભ્યોના સમર્થન ઉપરાંત શિંદે જૂથે શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો, 10 અપક્ષો અને અન્ય ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે 288 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી 145ના જાદુઈ આંકડા કરતાં વધુ છે. શિંદે જૂથના બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ 29 જૂનની મોડી રાત્રે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી 30 જૂને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

 

 

Back to top button