અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં ઈદના જુલુસ દરમિયાન વિવાદી સૂત્રોચ્ચાર, ત્રણની ધરપકડ

Text To Speech

વડોદરાઃ વડોદરામાં ઈદના જુલુસ દરમિયાન સર તન સે જુદા જેવા વિવાદી સૂત્રોચ્ચાર થયા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરીને કેસ દાખલ કર્યો છે. વડોદરા પોલીસે આ અંગે ટ્ટિટ કરીને વિગતો જાહેર કરી છે.

29/09/23 ના રોજ ઇદની ઉજવણી દરમિયાન સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સરઘસમાં વાંધાજનક ગીત વગાડવામાં આવ્યું. તે બાબતની જાણ થતાં વડોદરા શહેર પોલીસ દ્વારા IPC કલમ 153A, 153 B,188,114,GP એક્ટ કલમ 131, 135 હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ૩ ઈસમોની ધરપકડ કરવામાં આવી.


પ્રાપ્ત અહેવાલ મુજબ બે દિવસ પહેલાં વડોદરામાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ડીજે સાથે જુલુસ નીકળ્યું હતું. એ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સર તન સે જૂદાના સૂત્રોચ્ચાર કર્યા હતા એટલું જ નહીં પરંતુ ડીજે ઉપર દેશ વિરોધી ગીત પણ વગાડ્યું હતું. કહેવાય છે કે, આ જુલુસ લઘુમતી વિસ્તારમાં હતું તેથી તે સમયે કોઈએ કશો વાંધો ઉઠાવ્યો નહોતો તેમજ કોઈએ ફરિયાદ પણ કરી નહોતી.

જૂઓ વીડિયોઃ

જોકે, બીજા દિવસે એ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની નોંધ લીધી હતી અને સૂત્રોચ્ચાર કરનારા હૈદર ખાન પઠાણ અને સરફરાજ ઉર્ફે છોટુ ઉર્ફે કાલિયા અંસારીની ધરપકડ કરી હતી. પોલીસે આ જ કેસમાં ડીજે બેન્ડના માલિક રાહુલ રાધેશ્યામ ધોબીની પણ ધરપકડ કરી હતી કેમ કે તેના ડીજે ઉપર વિવાદી ગીત વાગતું હતું.

પોલીસે વીડિયોની બરાબર તપાસ કર્યા બાદ શનિવારે રાત્રે ત્રણેની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ફોજદારી કલમો 153એ, 153બી, 114, 188 તથા 131, 135 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો

Back to top button