- એરપોર્ટ પર પેસેન્જરોની સામાનોની ચોરીના કિસ્સા વધી રહ્યા છે
- આખરે સિનિયર સિટીઝને એરલાઇન્સ કંપનીને ઈ-મેઇલ દ્વારા ફરિયાદ કરી
- એરલાઇન્સના ઉચ્ચ અધિકારી હાજર ન હોવાથી પેસેન્જર રાહ જોવા મજબૂર થયા
ગુજરાતમાં રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની પણ મુસાફરી સલામત રહી નથી. જેમાં દિલ્હી-અમદાવાદની વિસ્તારા ફ્લાઇટમાં સામાન ચોરવાનો પ્રયાસ થયો હતો. તથા સિનિયર સિટિઝને લગેજ બેલ્ટ પરથી બેગ ઉઠાવતા લોક ખુલ્લું હતું. એરલાઇન્સના કર્મીને પૂછતા તેમણે કહ્યું, સામાન તો ચોરાયો નથી ને. ત્યારે ઊંચા ફેર ચૂકવીને પણ પેસેન્જરોના લગેજની કોઈ ગેરંટી નથી તેમ લોક ચર્ચા થઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી
ઊંચા ફેર ચૂકવીને પણ પેસેન્જરોના લગેજની કોઈ ગેરંટી નથી
રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની પણ મુસાફરી સલામત રહી નથી. ઊંચા ફેર ચૂકવીને પણ પેસેન્જરોના લગેજની કોઈ ગેરંટી નથી. એરપોર્ટ પર પેસેન્જરોની સામાનોની ચોરીના કિસ્સા વધી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝનોના સામાન ચોરી થવાના કિસ્સા વધી રહ્યા છે. તેવામાં નેપાલથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ વિસ્તારાની ફ્લાઈટમાં આવી રહેલાં એક સિનિયર સિટીઝનના બેગનું લોક ખુલ્લુ જોવા મળ્યું અને અંદરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. આમ ચોંકી ઉઠેલા સિનિયર સિટીઝને આ અંગે એરપોર્ટ પરના વિસ્તારાના સ્ટાફને ફરિયાદ કરતા યોગ્ય સહયોગ આપ્યો નહીં, ઊલટાનું એવું કહ્યું કે, તમારો કોઈ સામાન તો ચોરાયો નથી તો પછી શું કામ ફરિયાદ કરો છો. આખરે સિનિયર સિટીઝને એરલાઇન્સ કંપનીને ઈ-મેઇલ દ્વારા ફરિયાદ કરી હતી.
એરલાઇન્સના ઉચ્ચ અધિકારી હાજર ન હોવાથી પેસેન્જર રાહ જોવા મજબૂર થયા
નેપાળથી દિલ્હી પહોંચ્યા બાદ વિસ્તારા એરલાઇન્સમાં શુક્રવારે દિલ્હીથી અમદાવાદ આવેલા સિનિયર સિટીઝને જ્યારે અમદાવાદ એરપોર્ટ પર લગેજ બેલ્ટ પરથી લગેજ લેતાં જ બેગનું લોક ખુલ્લું જોવા મળ્યું હતું. જેથી બેગને ચેક કરતાં અંદરનો સામાન વેર-વિખેર અને અંદરના બે પાઉચ પણ ખુલ્લાં હતા. આથી ગભરાયેલા સિનિયર સિટીઝને આ અંગે હાજર વિસ્તારાના સ્ટાફને આ અંગે ફરિયાદ કરી હતી. જોકે સ્ટાફે યોગ્ય જવાબ અને સહયોગ ન આપતાં છેલ્લે કોડ સ્કેઈન કરીને તમે ઓનલાઈન આ અંગે ફરિયાદ કરવાનું કહીને હાથ ઊંચા કર્યા હતા. તેમ જ એરલાઇન્સના ઉચ્ચ અધિકારી હાજર ન હોવાથી પેસેન્જર રાહ જોવા મજબૂર થયા હતા. તેઓ આવ્યા બાદ ફોટો અને વીડિયો સાથે ઓનલાઈન ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી સિનિયર સિટીઝને કડવા અનુભવ અંગે ઈ-મેઈલ મારફતે એરલાઈન્સને ફરિયાદ કરી છે.