ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી

Text To Speech
  • લો પ્રેશર સિસ્ટમથી 12થી 20 ઑક્ટોબર વરસાદની આગાહી
  • બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી
  • ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે

ગુજરાતમાં આજે વિવિધ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી છે.

લો પ્રેશર સિસ્ટમથી 12થી 20 ઑક્ટોબર વરસાદની આગાહી

સુરત, વલસાડ, નવસારી,તાપી, ડાંગ માં મધ્યમ વરસાદ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ વરસાદી ટ્રફના કારણે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે નવરાત્રી અને ક્રિકેટમાં વરસાદ વિઘ્ન બને તેવા એંધાણ છે. અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. લો પ્રેશર 12 ઑક્ટોબર સુધી ભીષણ ચક્રાવત બનશે. લો પ્રેશર સિસ્ટમથી 12થી 20 ઑક્ટોબર વરસાદની આગાહી છે.

10 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે

મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી સાથે તાપી, ડાંગ, છોટાઉદેપરમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર પણ અતિભારે વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાશે. વધુ એક વાવાઝોડુ બંગાળની ખાડીમાં સર્જાશે. તેમજ 10 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે.

Back to top button