ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ પ્રદેશના આપત્તિ પીડિતો માટે 3500 કરોડના રાહત પેકેજની જાહેરાત

  • હિમાચલ પ્રદેશના CM દ્વારા આપત્તિ પીડિતો માટે રાહત પેકેજની જાહેરાત
  • મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રૂ.3500 કરોડનું આર્થિક પેકેજ કર્યું જાહેર
  • રાજ્યમાં પૂરને કારણે રૂ.10 હજાર કરોડથી વધુનું થયું નુકસાન

હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની ઋતુમાં સર્જાયેલી કુદરતી આપત્તિએ ભારે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આપત્તિગ્રસ્ત પરિવારોના પુનર્જીવન અને પુનર્વસન માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શનિવારે(30 સપ્ટેમ્બરે) 3500 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કર્યું છે.

 

રાહત પેકેજ જાહેર કરતા શું કહ્યું મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ?

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ સારી નથી. આ હોવા છતાં, સરકાર તેના સંસાધનોનો ઉપયોગ આપત્તિ અસરગ્રસ્તોને રાહત આપવા માટે કરશે. રાજ્ય સરકારે પણ આપત્તિ પ્રભાવિત લોકોને આપવામાં આવતી રાહત રકમમાં વધારો કર્યો છે. આ રકમ 7 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી આપત્તિથી પ્રભાવિત થયેલ 16000 પરિવારોના પુનર્જીવન અને પુનર્વસન માટે આપવામાં આવશે.

 

અત્યાર સુધી રાજ્યને 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

પ્રદેશમાં ભારે વરસાદને કારણે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રાજ્યમાં અંદાજે 498 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અલગ-અલગ ઘટનાઓમાં 515 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 40 લોકો હજુ પણ ગુમ છે. આ વખતે રાજ્યમાં 201 સ્થળોએ જમીન ધસી જવાની ઘટનાઓ પણ નોંધવામાં આવી હતી, જે અગાઉ ક્યારેય બની ન હતી. રાજ્યમાં 10મી ઓગસ્ટ સુધીમાં આશરે રૂ.7 હજાર કરોડ અને 15મી સપ્ટેમ્બર સુધીમાં અંદાજે રૂ.10 હજાર કરોડની ખોટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યને 9711.64 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

આ પણ જાણો:કેરળમાં ટ્રેનમાં આગ લગાડનાર શાહરૂખ સામે NIAની ચાર્જશીટ

Back to top button