Pixel 8 સિરીઝ આજથી 4 દિવસ પછી લોન્ચ થશે, જાણો-કિંમત, સ્પેક્સ અને ડિઝાઇન
ગૂગલ તેની આગામી પિક્સેલ સિરીઝના લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે. નવી Pixel 8 સીરીઝ 4 ઓક્ટોબરે લોન્ચ થશે. આ સીરીઝ હેઠળ Pixel 8 અને 8 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. આ વખતે નવી સીરીઝ અગાઉની સીરીઝ કરતા વધુ મોંઘી હોઈ શકે છે. લીક્સ મુજબ, યુએસમાં Pixel 8 ની કિંમત 699 ડોલર અને Proની કિંમત 999 ડોલર હોઈ શકે છે, જે ગયા વર્ષ કરતા 100 ડોલર વધુ છે.
ભારતમાં શું હશે કિંમત?
Pixel 8 અને Pixel 8 Proને $699 અને $999માં લૉન્ચ કરી શકાય છે, જે અનુક્રમે રૂ. 58,000 અને રૂ. 82,900 છે. ભારતની વાત કરીએ તો, પાછલી શ્રેણી અને વધેલી કિંમતોને ધ્યાનમાં રાખીને, ગૂગલના Pixel 8ની કિંમત રૂ. 65,000 થી રૂ. 70,000 વચ્ચે હોઇ શકે છે, જ્યારે Pixel 8 Proની કિંમત રૂ. 90,000 થી રૂ. 95,000 વચ્ચે હોઇ શકે છે. આ કિંમત લીક પર આધારિત છે. સચોટ માહિતી માટે તમારે થોડી રાહ જોવી પડશે.
ડિઝાઇન અને સ્પેક્સ
Pixel 8 માં તમને 6.1 ઇંચની ડિસ્પ્લે મળશે જ્યારે Pixel 8 pro માં તમને 6.7 ઇંચની LTPO ડિસ્પ્લે મળશે. બંને ફોન Google Tensor G3 ચિપસેટ પર કામ કરશે. 91 મોબાઈલના રિપોર્ટ અનુસાર, બેઝ મોડલમાં 27W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,575mAh બેટરી હશે અને પ્રો મોડલમાં 30W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી હશે. Pixel 8 ઓબ્સીડીયન, હેઝલ અને રોઝ કલરમાં ઉપલબ્ધ થશે, જ્યારે Pixel 8 Pro ઓબ્સીડીયન, પોર્સેલિન અને બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
સ્માર્ટફોન ઉપરાંત આ ડિવાઈસ પણ લોન્ચ કરવામાં આવશે
Pixel 8 સીરીઝ સિવાય ગૂગલ ભારતમાં Pixel Watch 2 પણ લોન્ચ કરશે. કંપનીએ પોતે આ માહિતી શેર કરી છે. જો કે કંપનીએ તેની પાછલી પેઢીની સ્માર્ટવોચ પિક્સેલ વોચ ભારતમાં લોન્ચ કરી નથી, પરંતુ આ વખતે કંપની ભારતમાં નવી સ્માર્ટવોચ લોન્ચ કરવા જઈ રહી છે. ગૂગલે પિક્સેલ વૉચને 349 ડોલર (લગભગ રૂ. 29,000)માં લૉન્ચ કરી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે કંપની સેકન્ડ જનરેશનની સ્માર્ટવોચ કઈ કિંમતમાં લોન્ચ કરે છે.
ગૂગલ સિવાય Vivo 4 ઓક્ટોબરે Vivo V29 સીરિઝ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર ટીઝ કર્યો છે. આમાં તમને 3D કર્વ્ડ ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને ઓરા લાઇટ મળશે.