અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

આ રવિવારે એક કલાક દેશ માટે ફાળવવા નાગરિકોને વડાપ્રધાનની હાકલ

નવી દિલ્હીઃ આગામી પહેલી ઑક્ટોબરને રવિવારે સવારે સ્વચ્છ ભારત મિશનમાં જોડાવા દેશવાસીઓને હાકલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, સ્વચ્છતા રાખવી એ સૌની સામૂહિક જવાબદારી છે.

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ તેમણે પોતાના કેટલાક મુખ્ય મિશનમાં સ્વચ્છતાનો પણ સમાવેશ કર્યો છે. તેઓ માને છે કે, સ્વચ્છતા રાખવાથી આપણા સૌનું આરોગ્ય સારું રહે છે, એટલું જ નહીં પરંતુ તેને કારણે વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર સારી છાપ પડે છે અને પરિણામે પ્રવાસન ઉદ્યોગને ઘણું મોટું બળ મળે છે.

આજે શુક્રવારે સવારે તેમણે આ અંગે સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને પહેલી ઑક્ટોબરના એક દિવસ, એક કલાક, એક સાથે અભિયાનની યાદ અપાવી હતી. તેમના મતે સફાઈ સેવકો તો તેમની ફરજના ભાગરૂપે સ્વચ્છતા રાખે જ છે, પરંતુ નાગરિકો તરીકે આપણે સૌ પણ ગંદકી નહીં કરીને, અને ગંદકી ધ્યાનમાં આવે તો તે જાતે સાફ કરીને સ્વચ્છાગ્રહી બનીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.
સ્વચ્છ ભારત અર્બનની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રી કહ્યું;

“1લી ઑક્ટોબરે સવારે 10 વાગ્યે, આપણે સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ પહેલ માટે ભેગા થઈએ છીએ.
સ્વચ્છ ભારત એ સૌ દેશવાસીઓની સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ અગત્યનો છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ ઉમદા પ્રયાસમાં જોડાઓ.”

યાદ રહે, વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી ભારતીય સંસ્થાઓએ વારંવાર ચેતવણી આપી છે કે, ગંદકી અને અસ્વચ્છતાને કારણે નીચલા મધ્યમ વર્ગ અને ગરીબોમાં બીમારીનું પ્રમાણ ખૂબ ઊંચું રહે છે. આ વર્ગોની મોટાભાગની આવક બીમારીની સારવાર પાછળ ખર્ચાઈ જાય છે, તેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી. આવી બાબતોની અસર દેશની જીડીપી ઉપર પણ પડતી હોવાનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચેતવણી આપી ચૂકી છે.

આ પણ વાંચોઃ દેશ કે મન કી બાત! એક ઑક્ટોબરે, એક સાથે, એક કલાક – સ્વચ્છાંજલિ

Back to top button