ગુજરાતટોપ ન્યૂઝ

ખાલિસ્તાની આતંકી પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ, વર્લ્ડ કપને ટેરર કપ બનાવવાની ધમકી

Text To Speech
  • ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ સામે ફરિયાદ
  • સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
  • 5 ઓક્ટોબરે અમદાવાદમાં થનારી મેચને લઈ આપી ધમકી

ખાલિસ્તાની આતંકી પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ છે. જેમાં ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. તથા 5 ઓક્ટોબરે અમદાવાદમાં થનારી મેચને લઈ ધમકી આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો 

અગાઉ પણ પન્નુએ 15 ઓગસ્ટ માટે ધમકીઓ આપી હતી

ભારત નિજ્જરની હત્યા માટે જવાબદાર હોવાનું રટણ છે. અગાઉ પણ પન્નુએ 15 ઓગસ્ટ માટે ધમકીઓ આપી હતી. G-20 શિખર સંમેલનને લઇને પણ ધમકી આપી હતી. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચમાં હુમલાની ધમકી આપવામાં આવી છે. 5 ઓક્ટોબરના રોજ પહેલી મેચને લઈ ધમકી આપી છે. શીખ ફોર જસ્ટિસના નામે આતંકી ગુરપવંત સિંઘ પન્નુના નામે ધમકી આપી હતી. વર્લ્ડ કપને ટેરર કપ બનાવવાની પ્રિ રેકોર્ડ ઓડિયો ક્લિપ વાયરલ કરી ધમકી આપી છે. સાયબર ક્રાઇમે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતમા નાગરીકો વચ્ચે વય મન્સ્ય ફેલાય તેવા કાવતરા રૂપે ધમકી આપી છે. આતંકી પ્રવૃતિ ફેલાય તેવુ કાવતરૂ રચી ગુનાઈત કૃત્ય માટે ધમકી આપી છે. અગાઉ પણ ક્રિકેટ મેચ દરમિયાન હુમલાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં થઇ રહ્યું છે ભેળસેળિયા ઘીનું ઉત્પાદન

જાણો કોણ છે ખાલિસ્તાની આતંકી પન્નૂ

ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તેનો પરિવાર 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટમાં આવીને વસ્યો હતો. પન્નૂએ પંજાબ યુનિવર્સિટીમાંથી લૉનો અભ્યાસ કર્યો છે. જે બાદ તે વિદેશ જતો રહ્યો હતો. ત્યારથી જ તે કેનેડા અને અમેરિકામાં રહે છે. વિદેશમાં રહીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવી રહ્યો છે. જેમાં તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો સાથ મળે છે. તેણે શીખ ફોર જસ્ટિસ સંગઠન (SFJ)નું ગઠન કર્યું છે. પન્નૂ સોશિયલ મીડિયા પર સતત અલગતાવાદની વાતો કરે છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. 2019માં ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Back to top button