ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 104 % જેટલો વરસાદ, જાણો 100 % કયા વિસ્તારમાં પડ્યો

Text To Speech
  • ગુજરાતમાં હવે ધીમેધીમે ચોમાસુ વિદાય તરફ પ્રયાણ માંડી રહ્યું છે
  • 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ થયો હોય તેવા કુલ 20 જિલ્લા
  • સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 10થી 20 ઈંચ જેટલો જ વરસાદ થયો

ગુજરાતમાં 104 ટકા વરસાદ સામે 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ છે. જેમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ થયો હોય તેવા કુલ 20 જિલ્લા છે. તેમજ 33 તાલુકામાં 70 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં 38 તાલુકામાં 10થી 20 ઈંચ જ વરસાદ ખાબક્યો છે. તથા સૌથી વધુ કચ્છ ઝોનમાં 164 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો 

ગુજરાતમાં હવે ધીમેધીમે ચોમાસુ વિદાય તરફ પ્રયાણ માંડી રહ્યું છે

ગુજરાતમાં હવે ધીમેધીમે ચોમાસુ વિદાય તરફ પ્રયાણ માંડી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 104 ટકા જેટલો વરસાદ થઈ ચુક્યો છે. 100 ટકાથી વધુ વરસાદ સામે બીજી પણ વિટંબણા એ છે કે, રાજ્યનાં કુલ 215 તાલુકા પૈકી 34 એટલે કે, 14 ટકા તાલુકાઓમાં હજુ 50 ટકાથી લઈને 30 ટકા સુધીની વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આ તાલુકાઓના લોકો માટે આગામી દિવસો કપરા બને તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. 100 ટકા અથવા એથી વધુ વરસાદ થયો હોય તેવા ગુજરાતનાં કુલ 20 જિલ્લા છે એ સિવાયના જિલ્લાઓમાં પણ સરેરાશ વરસાદની આછા વધતાં અંશે ઘટ વર્તાઈ રહી છે. 38 તાલુકા એવા છે કે જ્યાં સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 10થી 20 ઈંચ જેટલો જ વરસાદ થયો છે.

સૌથી વધુ કચ્છ ઝોનમાં 164 ટકા જેટલો વરસાખ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે, આ વખતે ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોવામાં આવે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 164 ટકા જેટલો વરસાખ ખાબક્યો છે. કચ્છ ઝોનમાં 18.56 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે જેની સામે આ વખતે 30.40 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર ઝોનમાં પણ 123.07 ટકા જેટલો વરસાદ ખાબકી ગયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 28.88 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે જેની સામે આ વખતે 35.55 ઈંચ વરસાદ પડયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે એવરેજની સરખામણીએ વધુ વરસાદ પડવાનું કારણ બિપરજોય વાવાઝોડુ છે. બિપરજોયના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદી માહોલ રહ્યો હતો.

Back to top button