ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં, ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપ્યું
- ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં
- ગાંધીધામમાંથી અંદાજિત 80 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું
- રૂપિયા 500 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત
કચ્છ : ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે ગુરુવારે (27 સપ્ટેમ્બરે) મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી અંદાજિત 80 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કુલ રૂપિયા 500 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.
👏 The vigilant efforts of the Gujarat Police in the Kutch region have led to a significant seizure of cocaine valued at Rs. 800 crore.
✅Acting on information from the Kutch East Local Crime Branch (L.C.B.), a dedicated team intervened swiftly, intercepting a group of suspected… pic.twitter.com/20k0xIUSSC
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2023
ડ્રગ્સનો મસમોટો જથ્થો ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો
કચ્છમાં માદક પદાર્થ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન પાર પાડીને કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ડ્રગ્સનો આ જથ્થો અંદાજે રૂપિયા 500 કરોડથી પણ વધુની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સતતને સતત માદક દ્રવ્યોના ગુજરાતમાં પ્રવેશ પર રોક લગાવવા કામ કરી રહી છે. ત્યારે ગાંધીધામ ખાતેથી પોલીસે ફરીવાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. બીજી તરફ અમદાવાદમાં પણ દિવસેને દિવસે નાના મોટા ડ્રગ્સ પેડલર પકડાવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી.
ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી
રાજ્યમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. તેવામાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જેને પગલે પોલીસે અમદાવાદનાં ગીતામંદિર બસ સ્ટેન્ડમાં સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરાથી લવાયેલા આ સ્નિફર ડૉગને વિશેષ ટ્રેનિંગ અપાયેલી છે. જેઓ નાર્કોટિક્સ પદાર્થોને શોધવા માટે સક્ષમ છે. એટલે જ તેમની મદદ લઈને ગીતા મંદિર બસ સ્ડેન્ડમાં મુસાફરોનો સામાન અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનાં દરિયા કિનારાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવાના બનાવો બની રહ્યા છે. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અગાઉ કચ્છના જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરી રહ્યા છે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા હતા. જોકે રાજ્યમાં ચાલી રહેળ ડ્રગ્સના વેપારને પણ નાથવા પોલીસ સતત કામે લાગી છે.
આ પણ જુઓ: આણંદ કૃષિ યુનિવર્સિટી ‘આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ’થી સન્માનિત