ટ્રેન્ડિંગનેશનલ

મથુરા રેલવે સ્ટેશન પર ટ્રેન ચઢી જવાની ઘટના, લોકો પાયલટની બેદરકારીને કારણે થયો અકસ્માત

Text To Speech
  • મથુરામાં રેલવે સ્ટેશન પર ટ્રેન ચઢી જવાની ઘટના
  • ટ્રેનનાં લોકો પાયલટની બેદરકારીને કારણે થયો અકસ્માત
  • લોકો પાયલટ મોબાઈલમાં વિડીયો કોલ પર વાત કરતો CCTVમાં દેખાયો

ઉતરપ્રદેશનાં મથુરામાં મંગળવારે(26 સપ્ટેમ્બરે) શટલ (લોકલ) ટ્રેન નવી દિલ્હીથી મથુરા પહોંચી હતી જ્યાં આ ટ્રેન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. કારણ કે ટ્રેન પર તમામ મુસાફરો ટ્રેન પરથી ઉતરી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના સર્જાતાં ટળી ગઈ હતી. પરંતુ આવી મોટી ઘટના શા માટે બની તે એક તપાસનો વિષય બની ચૂકયો હતો. આ ઘટનામાં ગુરુવારે (27 સપ્ટેમ્બરે) ટ્રેનની કેબિનના CCTV ફૂટેજ સામે આવતાં આ સમગ્ર ઘટનાની ટ્રેનના લોકો પાયલટની બેદરકારીથી બની હોવાનું જોવા મળ્યું છે.

 

ટ્રેન અકસ્માતમાં લોકો પાયલટ બન્યો બેદરકાર
અકસ્માતમાં ટ્રેનની કેબિનના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં ટ્રેનના લોકો પાયલટની બેદરકારી જોવા મળી છે. લોકો પાયલટ કંટ્રોલ પેનલ પર બેગ મૂકીને મોબાઈલમાં વિડીયો કોલ પર વાત કરતો દેખાયો છે. જેને પગલે આવી મોટી ઘટના સર્જાઇ હતી.

 

સમગ્ર ઘટના મામલે મથુરા રેલવે સ્ટેશનનાં ડાયરેક્ટરે શું કહ્યું ?
મથુરા રેલવે સ્ટેશનનાં ડાયરેક્ટર સંજીવ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું કે, તપાસ બાદ પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં લોકો પાયલટ અને 4 ટેક્નિશિયન ટીમના લોકોનો સમાવેશ થાય છે. આ બધા ઘટના સમયે ટ્રેનમાં હતા. જેથી તેમની વિરુધ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.

રેલવે વિભાગે શું જણાવ્યું સમગ્ર મામલે ?
રેલવે વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનાની તપાસ કરવામાં આવી તો લોકો પાયલટ અને 4 ટેક્નિશિયન ટીમના લોકો 42 ટકા નશાની હાલતમાં હતા. ઘટનાને લઈ મેડિકલ રિપોર્ટ આવ્યાં બાદ તે પણ જાણવા મળશે કે આ લોકો કયો નશો કરી રહ્યાં હતા.

 

આ પણ જુઓ :ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં, ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુનું ડ્રગ્સ ઝડપ્યું

Back to top button