પિતૃ પક્ષ આજથી શરૂઃ આજે પૂનમનું શ્રાદ્ધ, જાણો તર્પણના શુભ મુહૂર્ત

- દર વર્ષે પિતૃ પક્ષ ભાદરવાની પૂર્ણિમાથી શરૂ થઇને આસોની અમાસ સુધી ચાલે છે. તેને સર્વ પિતૃ અમાસ પણ કહેવાય છે. પિતૃ પક્ષનું તાત્પર્ય પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા પ્રકટ કરવાનુ હોય છે. આજે પૂનમનું શ્રાદ્ધ છે.
પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આ વખતે પિતૃ પક્ષ આજથી (29 સપ્ટેમ્બરથી) શરૂ થઇને 14 ઓક્ટોબર, ગુરુવાર સુધી ચાલશે. દર વર્ષે પિતૃ પક્ષ ભાદરવાની પૂર્ણિમાથી શરૂ થઇને આસોની અમાસ સુધી ચાલે છે. તેને સર્વ પિતૃ અમાસ પણ કહેવાય છે. પિતૃ પક્ષનું તાત્પર્ય પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા પ્રકટ કરવાનુ હોય છે. આજે પૂનમનું શ્રાદ્ધ છે.
પૂનમે કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે?
શાસ્ત્રો અનુસાર પૂનમના દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જે લોકોની મૃત્યુ તિથિની આપણને જાણ હોતી નથી. એ દરેક વ્યક્તિનું શ્રાદ્ધ આજ રોજ કરવામાં આવે છે. ધ્યાન રહે કે પૂર્ણિમાં તિથિ પર મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકો માટે મહાલય શ્રાદ્ધ પણ અમાસ શ્રાદ્ધની તિથિ પર કરવામાં આવે છે.
પૂનમના શ્રાદ્ધનું શુભ મુહૂર્ત
પિતૃપક્ષમાં પૂનમનું શ્રાદ્ધ કરવા માટે કુતુપ, રોહિણ વગેરે મુહૂર્તને શુભ માનવામાં આવે છે. સાંજ પહેલા શ્રાદ્ધના અનુષ્ઠાન કરી લેવા જોઇએ. શ્રાદ્ધના અંતમાં તર્પણ કરવામાં આવે છે.
આજે આ મુહૂર્તમાં કરો શ્રાદ્ધ અને તર્પણ
કુતુપ મૂહુર્તઃ સવારે 11.47 થી 12.35 વાગ્યા સુધી
રોહિણ મૂહુર્તઃ બપોરે 12.35 વાગ્યાથી 1.23 વાગ્યા સુધી. પૂર્ણિમા તિથિ આજે સાંજે 3.26 વાગ્યા સુધી ચાલશે. 30 સપ્ટેમ્બરે એકમ અને બીજનું ભેગુ શ્રાદ્ધ કરવામાં આવશે. આ બંને તિથિઓ એક જ દિવસે પડે છે.
પિતૃપક્ષની શ્રાદ્ધ તિથિઓ
29 સપ્ટેમ્બર 2023- પૂર્ણિમાં શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023 – પ્રતિપદા કે બીજનું શ્રાદ્ધ
1 ઓક્ટોબર 2023- તૃતિયા શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2023- ચતુર્થી શ્રાદ્ધ
3 ઓક્ટોબર 2023- પાંચમનું શ્રાદ્ધ
4 ઓક્ટોબર 2023- છઠ્ઠનું શ્રાદ્ધ
5 ઓક્ટોબર 2023- સાતમનું શ્રાદ્ધ
6 ઓક્ટોબર 2023- આઠમનું શ્રાદ્ધ
7 ઓક્ટોબર 2023- નોમનું શ્રાદ્ધ
8 ઓક્ટોબર 2023- દસમનું શ્રાદ્ધ
9 ઓક્ટોબર 2023- અગિયારસનું શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023- બારસનું શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023- તેરસનું શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023- ચતુર્દશીનું શ્રાદ્ધ
14 ઓક્ટોબર 2023- સર્વ પિતૃ અમાસ
પિતૃ પક્ષનું મહત્ત્વ
પિતૃ પક્ષના દિવસો પૂર્વજો અને પિતૃઓનુ શ્રાદ્ધ કરવા માટે મહત્ત્વના માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષના દિવસે મૃત્યુ લોકથી પૂર્વજો ધરતી લોક પર આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પિતૃ પક્ષની તિથિઓ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પિતૃઓની શાંતિ માટે પિતૃ પક્ષના દિવસે શ્રાદ્ધ કર્મ કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવવુ જોઇએ.
આ પણ વાંચોઃ તમારો પાર્ટનર પણ છે Attention Seeker? તો રિલેશનને આમ કરો મેનેજ