બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા ઢીમા ખાતે યોજાઈ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.
જીલ્લામાં આવેલ સહકારી સંસ્થાઓની માતાની ભૂમિકામાં કામ કરતી સંસ્થા
બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, પાલનપુર બનાસકાંઠા જીલ્લા માં સહકારી પ્રવૃતિનો વ્યાપ વધે અને સહકાર થકી જિલ્લાનો વિકાસ થાય તેમજ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો સારી રીતે ખેતી કરી શકે, પશુપાલન કરી શકે, તેમજ જિલ્લામાં શિક્ષણ અને જાગૃતતા આવે તેવા કાર્યો ૧૯પ૦ થી બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ કરી રહયો છે. જિલ્લા સહકારી સંઘ દ્વારા ગામડાઓમાં પર્યાવરણ બચાવો અભિયાન, કુપોષણ નિવારણ કાર્યક્રમ, યુવાનોને કારર્કિદી માગદર્શન સેમીનાર, સરકારની વિવિધ યોજનાઓની જન જાગૃતિ કાર્યક્રમ આવે કાર્યક્રમો જિલ્લા સંઘ કરતું આવ્યું છે. તેમજ રાજયની કુલ સહકારી મંડળીઓની કક્ષામાં બનાસકાંઠા જીલ્લાની સૌથી વધુ પ,રપ૭ મંડળીઓ ગામડાઓમાં કામ કરી રહી છે. બનાસકાંઠા જીલ્લા માં સહકારી સંસ્થાઓની માતા ની ભૂમિકા માં કામ કરતી સંસ્થા બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘ – પાલનપુર ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા ધરણીધર ભગવાન ના ધામ ઢીમા ખાતે જીલ્લા સહકારી સંઘ ના ચેરમેન પાચાભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
જેમાં સહકારી સંઘ એ વર્ષ દરમિયાન કરેલ કામગીરી ની વાત કરવામાં આવી હતી. તેમજ વર્ષ દરમિયાન કરેલ ખર્ચ, આવક અને સરવૈયું વાંચી સંભળાવ્યું હતું. અને હાજર તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે હિસાબો અને સમગ્ર કાર્યવાહી મંજુર રાખવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા ના પૂર્વ ચેરમેન, એ.પી.એમ.સી, થરાના ચેરમેન અણદાભાઈ પટેલ દ્વારા સહકારી પ્રવૃતિ વિષે માહિતી આપી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : માં અંબાના ધામ અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું