ગુજરાત

ગુજરાતમાં વાહનોની ચોરી વધી, આંકડો જાણી દંગ રહી જશો

  • ત્રણ વર્ષમાં ચોરાયેલા વાહનો પૈકી 50 ટકા વાહનો પાછા મેળવી શકાયા નથી
  • અંદાજે 10,050 વાહનો હજી સુધી પરત મેળવી શકાયા નથી
  • 9,630 વાહનો તેના મુળ માલિકને પણ પરત સોંપી દેવાયા છે

ગુજરાતમાં વાહનોની ચોરી વધી છે. જેમાં ગુજરાતમાંથી 19,705 વાહનોની ચોરી થઇ છે. તેમાં 17 હજાર CCTVનું નેટવર્ક છતાંયે ચોરી થયેલા 50% વાહનો પાછા મળતા નથી. પોલીસે બચાવમાં કહ્યુ કે અમે તો વાહનનો રજિસ્ટ્રેશન નંબર એલર્ટ ઉપર મૂકીયે છીએ. તથા અંદાજે 10,050 વાહનો હજી સુધી પરત મેળવી શકાયા નથી.

આ પણ વાંચો: ગુજરાત: દિવાળી વેકેશનમાં વિદેશ ફરવા જવુ પડશે મોંઘુ, જાણો કેમ 

ત્રણ વર્ષમાં ચોરાયેલા વાહનો પૈકી 50 ટકા વાહનો પાછા મેળવી શકાયા નથી

રાજ્યમાં પહેલાથી જ તમામ જિલ્લા મથકો, 6 પવિત્ર યાત્રાધામો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી- SOU સહિત 41 શહેરોના ટ્રાફિક જંકશન, એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ અને વ્યુહાત્મક સ્થળોએ 7,000 થી વધુ CCTV કેમેરાનું નેટવર્ક છે. તે સિવાય ‘બ’, ‘ક’ વર્ગની પાલિકા ધરાવતા 51 નાના શહેરોમાં પણ 10 હજારથી વધુ CCTVનું નેટવર્ક કાર્યરત થઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે બાઈક ચોરો બેફામ છે. ગૃહ વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ ત્રણ વર્ષમાં ચોરાયેલા વાહનો પૈકી 50 ટકા વાહનો પાછા મેળવી શકાયા નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનથી લોકો પરેશાન 

9,630 વાહનો તેના મુળ માલિકને પણ પરત સોંપી દેવાયા છે

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં ગૃહ વિભાગે ઉપરોક્ત માહિતી જાહેર કરી છે. જેમાં કહેવાયુ છે કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ 3 વર્ષમાં ગુજરાતમાંથી 19,705 વાહનોની ચોરી પોલીસ સ્ટેશને નોંધાઈ છે. જેમાંથી 9,655 વાહનો પોલીસે શોધી કાઢયા હતા. તેમાંથી 9,630 વાહનો તેના મુળ માલિકને પણ પરત સોંપી દેવાયા છે. જો કે, તે સિવાય અંદાજે 10,050 વાહનો હજી સુધી પરત મેળવી શકાયા નથી, પોલીસે શોધ્યા નથી. આવા લાપતા વાહનોમાં 7,198 બાઈક અને 473 કાર તેમજ 173 જેટલી ટ્રક અર્થાત હેવી વ્હિકલનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઈમ લોકેશનના 49 પ્લોટ વેચશે

ચોરી થયેલા વાહનોને શોધવા અને વાહનો ન મળવા પાછળ પોલીસે કહ્યુ છે કે, ગુનો જાહેર થાય કે તુરંત જ નાકાબંધી કરીને તમામ શંકાસ્પદ વાહનોને ચેક કરાય છે. બનાવ સ્થળની આસપાસના તમામ CCTV કેમેરાના ફુટેજ ચેક કરીએ છીએ અને ખાનગીરાહે બાતમીદારોને વોચ રાખવા પણ કહીએ છીએ. એટલુ જ નહિ, જિલ્લા સ્તરે આવેલા નેત્રમ અથવા કમાન્ડ કંટ્રોલ સેન્ટર (CCTV) ખાતે ચોરાયેલા વાહનના રજિસ્ટ્રેશન નંબરને પણ એલર્ટ પર રાખવામાં આવે છે.

Back to top button