રાહુનું ગોચરઃ ગુરુ-ચાંડાલ યોગની અશુભ અસર ખતમ, આ લોકોને થશે લાભ
- રાહુ 30 ઓક્ટોબરે વક્રી ચાલ ચાલતા મેષ રાશિમાંથી નીકળીને બપોરે 2.13 વાગ્યે ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. આ રીતે મેશ રાશિમાં ગુરુ અને રાહુના સંયોગથી બનેલો ગુરુ-ચાંડાલ યોગ ખતમ થશે.
રાહુ 30 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. તેનાથી રાહુ અને ગુરુની અશુભ યુતિ સમાપ્ત થશે. રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશશે. આ પરિવર્તન બાદ મેષ રાશિમાં ચાલી રહેલા ગુરુ-ચાંડાલ યોગથી લોકોને મુક્તિ મળશે. નિષ્ણાતોની વાત માનીએ તો આ પરિવર્તનથી 3 રાશિના લોકો માટે સુવર્ણ સમય શરૂ થશે. તેમની ઈચ્છિત નોકરી મેળવવાનું તેમનું સપનું પુરુ થશે અને બિઝનેસમાં પણ ગોલ્ડન ટાઇમ શરૂ થશે. જાણો કઇ ત્રણ લક્કી રાશિઓ છે જેને લાભ થશે.
મેષ રાશિને આકસ્મિત ધનલાભ થશે
મેષ રાશિના જાતકોને ગુરુ-ચાંડાલ યોગના સમાપ્ત થવાથી સૌથી વધુ ફાયદો થશે. તમારી રાશિમાં છેલ્લા 7 મહિનાથી ગુરુ અને રાહુનો અશુભ સંયોગ ચાલી રહ્યો છે. ઓક્ટોબરમાં તે સમાપ્ત થયા પછી, તમારા સારા દિવસો શરૂ થશે. તમને ઈચ્છિત નોકરી મળી શકે છે. વેપારીઓને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરવા માગે છે તેમના માટે આ અનુકૂળ સમય છે.
સિંહ રાશિના લોકોનો સારો સમય શરૂ થશે
ગુરુ અને રાહુની યુતિ સમાપ્ત થતાં સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. તમારા આરોગ્યમાં સુધારો થશે. પિતાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આવકમાં વધારો થશે અને જો તમે વેપારી છો તો તમને નવી તકો મળશે. જેઓ સંતાન સુખથી વંચિત છે તેઓ આ સુખની પ્રાપ્તિ કરશે. વ્યવસાયિક સંબંધો સુધરશે. ધાર્મિક અને શુભ કાર્યમાં તમારુ મન લાગશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેશે તેમના માટે આ સમય ફળદાયી રહેશે.
તુલા રાશિને ધન અને કારકિર્દીમાં થશે લાભ
તુલા રાશિના જાતકોને ગુરુ-ચાંડાલ યોગ સમાપ્ત થયા પછી ખૂબ જ શુભ પરિણામ મળશે. રાહુ અને ગુરુની તુલા રાશિ પર સીધી દ્રષ્ટિ છે. આ કારણથી જ્યારે રાહુ મીન રાશિમાં જશે ત્યારે તુલા રાશિના લોકો માટે સારા દિવસો આવશે. જે લોકો બીમાર હતા તેમના આરોગ્યમાં સુધારો થશે. પૈસા અને કારકિર્દીની દ્રષ્ટિએ પણ તમારા માટે શુભ તકો સર્જાશે અને તમને ઇચ્છિત પરિણામો મળશે. સમાજમાં તમારી ઓળખ બનશે અને પરિવારના સભ્યોમાં તમારું મહત્વ પણ વધશે. તમારા નારાજ સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે.
ધન રાશિના નોકરીયાત લોકોને પ્રમોશન મળશે
રાહુ અને ગુરુનો સંયોગ સમાપ્ત થવો ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારો ભાગ્યોદય થશે અને તમને ચારે બાજુથી સારા સમાચાર સાંભળવા મળશે. તમને કોઈ નવી યોજનામાં સફળતા મળશે અને શેરબજારમાં કરેલા રોકાણથી ફાયદો થશે. સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને સારો નફો મળી શકે છે અને નોકરીયાત લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ છે અને તમને તમારી કારકિર્દીમાં ઇચ્છિત તકો મળશે.
આ પણ વાંચોઃ મોડી રાત સુધી તમે પણ ફોન નથી જોતા ને? જાણી લેજો નુકશાન