- નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા આ માહિતી આપવામાં આવી
- આઠ મહિનામાં સ્વાઈન ફલૂના કુલ 118 દર્દી નોંધાયા
- સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ નથી
ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં સ્વાઈન ફલૂના દર્દીઓનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના એક મહિનામાં નવ કેસ સાથે એકનું મૃત્યુ થયુ છે. તેમજ આઠ મહિનામાં સ્વાઈન ફલૂના કુલ 118 દર્દી નોંધાયા છે. તથા સારવાર દરમિયાન બે દર્દીના મોત થયા છે. એકલા કેરાલામાં જ 834 કેસ સાથે 49 દર્દીઓનાં મોત થયા છે.
આ પણ વાંચો: RSS ચીફ મોહન ભાગવત પહેલીવાર 7 દિવસ ગુજરાતમાં, જાણો સમગ્ર કાર્યક્રમ
આઠ મહિનામાં સ્વાઈન ફલૂના કુલ 118 દર્દી નોંધાયા
ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં સ્વાઈન ફલૂના કુલ 118 દર્દી નોંધાયા છે, જે પૈકી બે દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફલૂના કુલ 9 કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાઈન ફલૂ નિયંત્રણમાં છે. છુટાછવાયા નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગત વર્ષે ગુજરાતમાં ઓગસ્ટમાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂએ કાળો કેર વર્તાવ્યો હતો, જેમાં 80 ટકાથી વધુ દર્દી એવા હતા તેમને ઓક્સિજન સહારે સારવાર આપવી પડી હતી. દેશમાં જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 સુધીના અરસામાં એટલે કે 8 મહિનામાં સ્વાઈન ફલૂના 3278 કેસ નોંધાયા છે, જેમાં 68 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. એકલા કેરાલામાં જ 834 કેસ સાથે 49 દર્દીઓનાં મોત નોંધાયા છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 845 કેસ સાથે 8 દર્દીનાં મોત થયાં છે. પંજાબમાં 33 કેસ સાથે 4 દર્દીનાં મોત જ્યારે તામિલનાડુમાં 985 કેસ સાથે 3નાં મોત છે. આ વખતે સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ નથી.
આ પણ વાંચો: અમદાવાદ: સાઇબર સિક્યુરિટી દ્વારા બ્લેકમેઇલ કરીને લાખો પડાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો નોંધાયો
શહેરમાં સૂર્યપ્રકાશની ગેરહાજરી અને સતત વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. ગત વર્ષના સપ્ટેમ્બર માસ કરતા આ વર્ષે સપ્ટેમ્બરમાં કેસમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યૂના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો નોંધાયો છે. કોલેરા અને ટાઈફોઈડના કેસ વધ્યા છે. મચ્છરોના નિયંત્રણ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં મચ્છરો પર નિયંત્રણ મેળવી શકાયું નથી. એએમસીની આળસના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેની સાબિતી મચ્છરજન્ય રોગચાળાના વકરેલા આંકડા પુરી પાડે છે. સાદા મેલેરિયાના સપ્ટેમ્બર-2022માં 275 કેસ સામે 24-સપ્ટેમ્બર-23 સુધીમાં 124 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના સપ્ટેમ્બર-22માં 29 કેસ સામે આ વર્ષે 13 કેસ નોંધાયા છે.