BJP ના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યું છે. હુસૈનનું બીપી હાઈ થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ એન્જિયોગ્રાફી કરાતા બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે અને એક સ્ટેન લગાવાયું છે.
શાનવાજ હુસૈન આઈસીયુમાં દાખલ
શાહનવાજ હુસૈનને લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ હાલ સ્થિર છે. ત્યારબાદ તેમને પ્રાઈવેટ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હોસ્પિટલે જણાવ્યું કે, શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવતા દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
મુંબઈમાં ભાજપ અધ્યક્ષના ઘરે હતા શાહનવાજ
ઉલ્લેખનીય છે કે, શાહનવાજ હુસૈન મુંબઈમાં હતા. તેઓ ધારાસભ્ય અને મુંબઈના ભાજપ અધ્યક્ષ આશીષ શેલારના ઘરે હતા. અહીં જ તેમને શારીરિક સમસ્યા થવા લાગતા તુરંત આશીષ શેલારને જણાવ્યું. શેલાર તેમને તુરંત લીલાવતી હોસ્પિટલ લઈ ગયા અને તાપાસ કરાવી… હાલ તેમની હાલ સ્થિર હોવાનું કહેવાય છે.