ગુજરાત: ઈ-ગેમર્સ કંપનીઓએ રૂ.12,000 કરોડની GSTની ચોરી કરી હોવાની શક્યતા
- રૂ. 22 હજાર કરોડની ટેક્સ માગણીને લઈને નોટિસ ઈસ્યુ થઈ રહી છે
- ગેમિંગ સત્રમાં મૂકવામાં આવેલા કુલ બેટ પર 28 ટકા જીએસટી રેટ
- ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પર રૂ. 21000 કરોડના ટેક્સ ચોરી
ગુજરાતમાં ઈ-ગેમર્સ કંપનીઓએ રૂ.12,000 કરોડની GSTની ચોરી કરી હોવાની શક્યતા છે. જેમાં 80 કંપનીઓને 31,000 કરોડની કરચોરી માટે નોટિસ ફટકારાશે. ગેમિંગ કંપનીઓ તેમની ગ્રોસ રેવન્યૂ પર 28 ટકા ટેક્સ ચૂકવવાનું ટાળી રહી છે. તેમજ ગેમ્સક્રાફ્ટને 21,000 કરોડની ચોરી માટે નોટિસ અપાઇ છે.
આ પણ વાંચો: મોડીરાતે ઘરમાં દીપડો ઘુસ્યો, પરિવાર ગભરાયો અને પછી…
ગેમિંગ સત્રમાં મૂકવામાં આવેલા કુલ બેટ પર 28 ટકા જીએસટી રેટ
લગભગ 80 જેટલી ઈ-ગેમિંગ કંપનીઓને ગડ્ઝ એન્ડ સર્વિસિજ ટેક્સના ધોવાણ માટેની નોટિસ પાઠવવામાં આવે તેવી શક્યતા છે. આ કંપનીઓને કુલ રૂ. 10 હજાર કરોડથી રૂ. 12 હજાર કરોડની વસૂલાત માટેની નોટિસ ફ્ટકારી શકાય છે તેમ તેઓ ઉમેરે છે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે 1 ઓક્ટોબરથી અમલમાં આવનારા નવા જીએસટે રેટ્સ સાથે આ પગલું જોવા મળી શકે છે. સરકારે એક સુધારો હાથ ધરી ઈ-ગેમિંગ કંપનીઓ પર દરેક ગેમિંગ સત્રમાં મૂકવામાં આવેલા કુલ બેટ પર 28 ટકા જીએસટી રેટ લાગુ પાડયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય થવાની થઈ શરૂઆત
ગેમર્સ પર નવા અંદાજોને આધારે નોટિસ ઈસ્યુ કરવાની પ્રક્રિયામાં છે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ્ જીએસટી ઈન્ટેલિજન્સની ઈન્વેસ્ટીગેશન પાંખ ભારત અને વિદેશમાં કાર્યરત ગેમર્સ પર નવા અંદાજોને આધારે નોટિસ ઈસ્યુ કરવાની પ્રક્રિયામાં છે. નવા અંદાજ મુજબ કુલ કર ચોરી રૂ. 31000 કરોડથી વધુની જણાય છે એમ અધિકારી જણાવે છે. આ ગેમિંગ કંપનીઓ તેમની ગ્રોસ ગેમિંગ રેવન્યૂ પર 28 ટકા ટેક્સ ચૂકવણીને ટાળી રહી છે. તેઓ રિઅલ-મની ગેમિંગ મારફ્તે બેટિંગ કરીને આમ કરી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ રૂ. 22 હજાર કરોડની ટેક્સ માગણીને લઈને નોટિસ ઈસ્યુ થઈ રહી છે જ્યારે બાકીની પ્રોસેસમાં છે. આમાં બેંગલૂર સ્થિત ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પર ફ્ટકારવામાં આવેલી રૂ. 21000 કરોડના ટેક્સ ચોરીનો પણ સમાવેશ થાય છે.