એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યાર સુધી જીત્યા કુલ 11 મેડલ, શૂટર્સ અને મહિલા ક્રિકેટ ટીમનો દબદબો
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સનો બીજો દિવસ ભારત માટે તુલનાત્મક રીતે ઘણો સારો રહ્યો. સોમવારે ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો, આ પહેલા ભારતે પુરુષોની 10 મી. એર રાઇફલમાં ગોલ્ડ મેળવ્યો, જે સોમવારે ભારતના દૃષ્ટિકોણથી દિવસની વિશેષતા હતી.
Our GIRLS have done it 🔥🔥🔥
2nd GOLD medal for India at Asian Games as they BEAT Sri Lanka in Cricket (Women) FINAL. #IndiaAtAsianGames #AGwithIAS #AsianGames2023 pic.twitter.com/2r7CpGC4VK
— India_AllSports (@India_AllSports) September 25, 2023
શૂટર્સ અને રોવર્સે પણ મેડલ ટેલીમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતને આગળ લઈ જવામાં યોગદાન આપ્યું હતું. તો, દિવસના અંતે ભારતે તેના ખાતામાં કુલ 11 (2 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ) મેડલ ભેગા કર્યા છે. જ્યારે વુશુમાં રોશિબિનાએ ભારત માટે બ્રોન્ઝ સુનિશ્ચિત કર્યો હતો.
Meet the golden guns 💪 From left @DivyanshSinghP7 coach @SumaShirur foreign rifle coach Thomas Farnik, #AishwaryTomar & @RudrankkshP jubilant after winning India’s 1st 🥇 at the @19thAGofficial in the Men’s 10m Air Rifle team event. Go India!🔥🎉🇮🇳 pic.twitter.com/X5nqpdAUdw
— NRAI (@OfficialNRAI) September 25, 2023