નેશનલવીડિયો સ્ટોરી

Video : કન્હૈયાલાલના હત્યારાઓ કોર્ટ પહોંચ્યા અને ભીડે બરાબરની કરી ધુલાઈ

Text To Speech

દેશમાં ચકચારી મચાવી દેનાર રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ટેલર કન્હૈયાલાલની હત્યા સાથે સંકળાયેલા ચાર આરોપીઓની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે NIA કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજર થવા દરમિયાન આક્રોશિત લોકોએ આરોપીઓ પર હુમલો કરી દીધો. કોર્ટે આ ચારેય આરોપીઓને 12 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ પહેલા ઉદયપુરની એક કોર્ટે બે આરોપીઓને શુક્રવારે એક દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યા હતા.

 

જયપુરની NIA કોર્ટમાં હાજર થવા દરમિયાન આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમ છતા આરોપીઓએ લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. આરોપીઓના કોર્ટમાં ગયા બાદ 5 કલાક સુધી દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે જૂતા-ચંપલ અને દંડા વડે તેમને માર મારવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ તેમને ગાડીમાં ચડાવી રહી હતી તે દરમિયાન પણ લોકોએ તેમને તમાચા માર્યા હતા.

આરોપીઓને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. તેમા દેખાઈ રહ્યું છે કે, જ્યારે તેમને પોલીસની ગાડીઓમાં ચડાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેની પાછળ લોકો પોલીસની સુરક્ષા વચ્ચે તેમને માર મારતા રહ્યા.

Kanhaiyalal's killers

એક આરોપીની ગરદન પકડીને તેને પાછળથી તમાચા પણ મારવામાં આવ્યા. જોકે, પોલીસ એક-એક કરીને ચારેય આરોપીઓને ગાડીમાં ચડાવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આરોપીઓને હાજર કરતા પહેલા જ ત્યાં હાજર વીકલોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરતા નારેબાજી કરી હતી.

ઉદયપુરની ઘટનામાં જે બાદમાં બે અન્ય આરોપી મોહસિન અને આસિફની ધરપકડ કરવામાં આવી છે. આ બંને મુખ્ય આરોપી ગૌસ અને રિયાઝની સાથે ષડયંત્ર અને ઘટનામાં સામેલ હતા. ઘટનાના દિવસે સ્થળ પર બે બાઈક હતી જેથી જો તેઓ પકડાઈ જાય તો ભીડમાંથી છોડાવીને લઈ જઈ શકાય. જો આરોપીઓની બાઈક સ્ટાર્ટ ના થતે તો તેમને બાઈક પર લઈને ભાગતે.

Back to top button