ટ્રેન્ડિંગનેશનલ

I.N.D.I.A જોડાણે મજબૂરીમાં મહિલા અનામત બિલનું સમર્થન કર્યુંઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (25 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશની મુલાકાતે છે. ત્યારે ભોપાલમાં તેમણે જંબોરી મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સંસદ અને વિધાનસભાઓમાં મહિલા અનામત માટે લાવવામાં આવેલા નારી શક્તિ વંદન અધિનિયમ બિલ વિશે પણ વાત કરી અને કહ્યું કે વિપક્ષે મજબૂરીમાં આ બિલ પાસ કરાવ્યું, નહીંતર આજે જે પાર્ટીઓ વિપક્ષી ગઠબંધનનો ભાગ છે તેઓ 30 વર્ષથી મહિલા અનામત બિલનો વિરોધ કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે આ પાર્ટી માત્ર એક પરિવાર માટે કામ કરે છે અને નકારાત્મકતા ફેલાવે છે અને દરેક પ્રોજેક્ટનો વિરોધ કરે છે.

કોંગ્રેસના નેતાઓ ચાંદીની ચમચી સાથે જન્મે છે- PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘વિપક્ષી પક્ષોનું ઘમંડી ગઠબંધને મજબૂરીમાં મહિલા આરક્ષણ બિલનું સમર્થન કર્યું છે. તેમના ગઠબંધનના ઘણા લોકો છેલ્લા 30 વર્ષથી બિલનો વિરોધ કરી રહ્યા હતા. અગાઉ તેઓ બિલ ફાડતા હતા. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ચાંદીની ચમચી સાથે જન્મે છે. તેમની પાસે ગરીબો માટે કોઈ સ્થાન નથી. હું મારા દેશને ગરીબીમાં નહીં રહેવા દઉં.

‘કોંગ્રેસ પરિવારવાદ પાર્ટી’- PM મોદી

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર ફરી પરિવારવાદનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેઓ હજારો કરોડ લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર એક પરિવારના વખાણ કરે છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર દેશને ગરીબ રાખવાનો આરોપ પણ લગાવ્યો. વધુમાં કોંગ્રેસને કાટવાળું લોખંડ કહ્યું છે. કોંગ્રેસ રાષ્ટ્રીય હિતને નથી સમજી શકતી.

મધ્યપ્રદેશની જનતાએ કોંગ્રેસનું કુશાસન જોઈ લીધું છે- PM મોદી

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, મધ્યપ્રદેશની જનતાએ પાર્ટીનું કુશાસન જોઈ લીધું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ઓળખ કુશાસન હતી. કોંગ્રેસના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમના શાસન દરમિયાન મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ હતી. ભાજપે મધ્યપ્રદેશમાં સુશાસન આપ્યું છે. મધ્યપ્રદેશ ચારે બાજુથી વિકાસ કરી રહ્યું છે. તેમણે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે ત્યાં પણ બરબાદી લાવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના સાંસદોનો ઉત્સાહ ઘણું બધું કહી રહ્યો છે, જે દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરેલી છે. ભાજપના કાર્યકરોનું મનોબળ ઉંચુ છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશે હંમેશા ભાજપને આશીર્વાદ આપ્યા છે. દેશ વિકાસની નવી યાત્રાએ નીકળ્યો છે.

આ પણ વાંચો: રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કાર્યરત થશે અયોધ્યા એરપોર્ટ

Back to top button