ટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની આજની જયપુરની સભા કેવી રીતે વિશિષ્ટ હશે?

Text To Speech
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જયપુરમાં જનસભા
  • અનોખા અંદાજમાં વડાપ્રધાન આવશે સ્ટેજ પર
  • પહેલી વખત મહિલાઓ સંભાળશે સભાની સંપૂર્ણ વ્યવસ્થા

રાજસ્થાનમાં આ વર્ષનાં અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. જેના કારણે રાજ્યમાં રાજકીય પક્ષોનાં મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. સાથે જ રાજસ્થાન બીજેપી તરફથી સોમવારે (25 સપ્ટેમ્બરે) પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રાનાં સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં એક રેલીને સંબોધન કરવાના છે. આ દરમિયાન વડાપ્રધાન સ્ટેજ પર એક અનોખા અંદાજમાં આવતાં જોવા મળશે. સાથે જ pm મોદીની આ સભાની પૂરી વ્યવસ્થા સમગ્ર રીતે મહિલાઓ જ સંભાળશે.

 

ભાજપ-humdekhengenews
પરિવર્તન યાત્રા

 

પહેલી વખત મહિલાઓ સંભાળશે pmની યાત્રાની સમગ્ર વ્યવસ્થા
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે વડાપ્રધાન મોદીની મુલાકાત વિશે જણાવતા કહ્યું કે, મહિલા અનામત બિલને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ‘પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડશે. વધુમાં કહ્યું કે, રેલી સ્થળ ઉપર 42 બ્લોક બનાવવામાં આવ્યા છે અને દરેક બ્લોકની કમાન એક મહિલા પાસે રહેશે જે ત્યાંની વ્યવસ્થાની દેખરેખ કરશે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી ખૂલી જીપમાં રેલીમાં પહોંચશે.

પ્રધાનમંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે શ્રધ્ધાંજલિ કરશે અર્પણ
કેન્દ્રીય મંત્રી અને રાજ્યના બીજેપીના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશીએ દાદિયા ગામમાં રેલીની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસને સતા પરથી હટાવવા માટે ભાજપ કટિબધ્ધ છે. વધુમાં જણાવ્યું કે, અમારી પરિવર્તન યાત્રાને ભારે સમર્થન મળ્યું છે. વડાપ્રધાન મોદીની રેલી માટે રાજ્યભરમાંથી લોકો જયપુરમાં એકઠા થવાના છે. પ્રધાનમંત્રી જનસભાને સંબોધન કરતા પહેલા ધાનકયા ગામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી પર શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.

Back to top button