- અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી
- સૌથી વધારે વરસાદ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયો
- સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હાલ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યારસુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પિત્ઝા ખાવો છો તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો પસ્તાશો!
સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતા સાથે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.
સૌથી વધારે વરસાદ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયો
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે , ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. તાજેતરમાં ગુજરાત પર આવેલા નવા વરસાદી રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થયો છે. હવે ફરીથી વરસાદનું જોર વધશે તેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે. હવામાનનાં કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે અરબી સમુદ્રમાં હલચલ થાય તેવી શક્યતા છે.