ટ્રેન્ડિંગધર્મ

ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રિય મંત્રો અને તેનો અર્થ જાણો

  • ગણેશોત્સવ દરમિયાન તમે ભગવાન ગણેશજીની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન ભગવાન ગણેશના શક્તિશાળી મંત્રોનો જાપ કરવો પણ જરૂરી છે. આ મંત્રોના જાપ કરવાથી બાપ્પા ઝડપથી પ્રસન્ન થાય છે

ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ગણપતિની મૂર્તિની સ્થાપના બાદ દરેક ઘરથી લઈને પંડાલો સુધી પ્રાર્થના કરવામાં આવી રહી છે. મૂર્તિની સ્થાપના બાદ પૂજા-પાઠ કરવામાં આવી રહ્યા છે. દસ દિવસીય ગણેશોત્સવ બાદ આવતા વર્ષે વહેલા પરત ફરવાના વચન સાથે બાપ્પા 11મા દિવસે વિદાય લેશે.

ગણેશોત્સવ દરમિયાન તમે ભગવાન ગણેશજીની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન ભગવાન ગણેશના શક્તિશાળી મંત્રોનો જાપ કરવો પણ જરૂરી છે. આ મંત્રોના જાપ કરવાથી બાપ્પા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ ઉપરાંત આ મંત્રોના જાપ કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવે છે. આવો જાણીએ ગણેશજીના આ અસરકારક મંત્રો વિશે.

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

(વળાંકવાળી સૂંઢવાળા, વિશાળ શરીરવાળા, કરોડ સૂર્ય સમાન મહાન પ્રતિભાશાળી, મારા પ્રભુ. હંમેશા મારા કામને વિધ્ન વગર પૂર્ણ કરજે.)

ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રિય મંત્રો અને તેનો અર્થ જાણો hum dekhenge news

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥ अमेयाय च हेरम्ब परशुधारकाय ते।

(વિધ્નેશ્વર, વરદાન આપનાર, દેવતાઓના પ્રિય, લમ્બોદર, કળાઓથી પરિપૂર્ણ, જગત હિતકારી, હાથી સમાન મુખ વાળા, વેદ અને યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ તમને નમસ્કાર છે.)

अमेयाय च हेरम्ब परशुधारकाय ते।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥

(હે હેરમ્બ, તમને કોઇના પ્રમાણો દ્વારા ન માપી શકાય. તમે તો પરશુ ધારણ કરનાર છો અને તમારુ વાહન મૂષક છે. વિશ્વેશ્વર તમને વારંવાર મારા નમસ્કાર છે.

एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

(એક દાંત અને સુંદર મુખવાળા, જે શરણે આવેલા ભક્તોનું રક્ષણ કરે છે, પીડાનો નાશ કરે છે. તે શુદ્ધ સ્વરૂપ ગણેશજીને મારા વારંવાર નમન છે.

ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રિય મંત્રો અને તેનો અર્થ જાણો hum dekhenge news

एकदंताय विद्‍महे। वक्रतुण्डाय धीमहि। तन्नो दंती प्रचोदयात।।

(એક દંતને આપણે જાણીએ છીએ. વર્કતુન્ડનું ધ્યાન કરીએ છીએ. હે ગજાનન અમને પ્રેરણા આપો)

ऊँ नमो विघ्नराजाय सर्वसौख्यप्रदायिने। दुष्टारिष्टविनाशाय पराय परमात्मने।।

(સમસ્ત સુખોને પ્રદાન કરનાર, સચ્ચિદાનંદ સ્વરૂપ વિધ્નરાજ પ્રભુ ગણેશને નમસ્કાર છે. જે દુષ્ટ અને ખરાબ ગ્રહોનો સર્વનાશ કરે છે અને જે પરમાત્મા છે. તે ગણપતિ મહારાજને મારા પ્રણામ છે.

रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्यरक्षकं।
भक्तानामभयं कर्ता त्राता भव भवार्णवात्॥

(હે ગણાધ્યક્ષ રક્ષા કરો, હે ત્રણ લોકના રક્ષક, રક્ષા કરો. તમે ભક્તોને અભય પ્રદાન કરનાર છો. ભવસાગરથી મારી રક્ષા કરો.

ॐ श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नम:।।

(આ ગણેશ શુભ લાભ મંત્ર છે, જેનો અર્થ છે, ભગવાન ગણેશની કૃપા આપણને દરેક જન્મમાં મળતી રહે. આપણે તમામ બાધાઓથી દુર રહીને ખુશહાલ જીવન જીવીએ.

गजाननाय महसे प्रत्यूहतिमिरच्छिदे ।
अपारकरुणापूरतरङ्गितदृशे नमः ॥

(વિધ્નરૂપ અંધકારનો નાશ કરનાર, કરુણારૂપ જલરાશિથી તરંગતિ નેત્રો વાળા શ્રીગણેશ નામના જ્યોતિપુંજને મારા નમસ્કાર છે.)

परात्परं चिदानन्दं निर्विकारं हृदि स्थितम् ।
गुणातीतं गुणमयं मयूरेशं नमाम्यहम् ॥

(જે પરાત્પર, ચિદાનન્દમય, નિર્વિકાર સૌના હ્રદયમાં અંતર્યામી રૂપથી બિરાજમાન છે, તે ગુણાતીત અને ગુણમય છે તે મયૂરેશ ગણેશને મારા પ્રણામ)

આ પણ વાંચોઃ અંબાજીમાં સાત દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ

Back to top button