ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે પોલીસ દ્વારા વિશેષ સૂચનાઓ જારી

Text To Speech

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાય છે, આ મેળામાં અને માં અંબાના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વખતે ભાદરવી પૂનમનો મેળો આવતી કાલથી એટલે કે 23મી સપ્ટેમ્બરથી ચાલુ થશે જે તારીખ 29મી સપ્ટેમ્બર સુધી યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્યમાંથી માઇભક્તો સંઘો લઈને પગપાળા ચાલતા માં અંબાનાં દરબારમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા માં અંબાના દર્શને પગપાળા આવતા-જતા તમામ શ્રદ્ધાળુઓને ખાસ સુચન જારી કર્યુ છે. જેને લઈને યાત્રાળુઓને પગપાળા યાત્રામાં કોઈ તકલીફ ન પડે.

બનાસકાંઠા પોસીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ સુચનાઓ જારી કરવામાં આવી.

  • પગપાળા જતા તમામ શ્રદ્ધાળુઓને હંમેશા ફૂટપાથ પર ચાલવા કહેવામાં આવ્યું છે.
  • ફૂટપાથ ન હોય તો, અંબાજી તરફ જતા રસ્તાની ડાબી તરફ જ ચાલવા કહેવામાં આવ્યું છે, કારણ કે બધા કેમ્પ રસ્તાની ડાબી તરફ જ છે.
  • જો આપ સંઘ સાથે નીકળવાના છો તો શક્ય હોય ત્યાં સુધી ટ્રેક્ટર કે યાંત્રિક ખામી વાળા વાહવવો ઉપયોગ ના કરો, કારણ કે અંબાજી જવાનો માર્ગ પહાડો માંથી પસાર થાય છે અને ખુબ વળાંક તથા ઢોળાવ વાળો છે.
  • તમે જો રાત્રે ચાલવાના હોય તો, ફ્લોરેસન્ટ/ચમકતું કપડું પહેરો જેથી સામેથી આવતા વાહન ચાલક તમને જોઈ શકશે, જેથી અકસ્માત નિવારી શકાશે.
  • રાત્રે રોડ ઉપર ચાલતાં ઝેરી જીવજંતુથી બચવા માટે બેટરી ચાલુ રાખી ચાલવું હિતાવહ છે.

આ ઉપરાતં ગુજરાત પોલીસ દ્વારા પણ ટ્વિટર પર માં અંબાના માઈભક્તોને પગપાળા યાત્રા દરમિયાન તકેદારી રાખવા નમ્ર વિનંતી કરી છે.

 

આ પણ વાંચો: બોલ માડી અંબે જય જય અંબે.. અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાની વ્યવસ્થા માટે 28 જેટલી સમિતિની રચના

આ પણ વાંચો: અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ, રોજના 3,00,000 લાખ પેકેટ બનશે

Back to top button