ગુજરાત: સનાતન ધર્મના રક્ષણ માટે છ સમિતિની રચના, અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય
- સ્વામીનારાયણનું વિવાદીત સાહિત્ય દૂર કરાશે
- 41 સંતો શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિમાં રહેશે
- 15 સંતો કાયદાકીય સલાહકાર સમિતિમાં રખાયા
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સનાતન ધર્મના રક્ષણ માટે છ સમિતિની રચના કરવામાં આવી છે. તેમજ જરૂર પડયે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી કરી છે. તથા સમિતિના અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય છે. જૂનાગઢમાં મળેલા સંત સંમેલનમાં વિવાદિત સાહિત્યને દૂર કરવા એકસૂરે માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પિત્ઝા ખાવો છો તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો પસ્તાશો!
સ્વામીનારાયણનું વિવાદીત સાહિત્ય દૂર કરાશે
સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અવાર-નવાર હિંદુ દેવી-દેવતા વિરુધ્ધ કોમેન્ટ કરવામાં આવે છે જેથી સ્વામીનારાયણ સંપ્રદાય વિરુધ્ધ સનાતન ધર્મનું રક્ષણ કરવાના હેતુથી જૂનાગઢમાં ગોરક્ષનાથ આશ્રમ ખાતે મળેલી વરિષ્ઠ સંતોની બેઠકમાં સનાતન ધર્મના સંરક્ષણ માટે વિવિધ છ સમિતિની રચના કરવામાં આવી છે. સ્વામીનારાયણનું વિવાદીત સાહિત્ય દૂર કરાશે અને તેના માટે જરૂર પડયે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાનો નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં લાખો રેશનકાર્ડ રદબાતલ, ક્યાક તમારું તો નથી થયુ ને…
મુખ્ય માગણીઓ :
– સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જ્યાં જ્યાં હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવેલા છે, તેને તાકીદે હટાવી લેવાની માંગ
– સ્વામિ. સંપ્રદાયના કથાકારો, પ્રવચનમાં દેવી-દેવતાઓને ખોટી રીતે મુકવામાં નહીં કે કોઇપણ વિવાદિત ટિપ્પણી ન કરે
– સ્વામિ.ના મૂળ સંપ્રદાયના ગ્રંથો સિવાયના બહાર પડેલા ગ્રંથોમાં હિન્દુ દેવી-દેવતાઓને નીચા બતાવતા લખાણો હટવા
– કોઇપણ સંપ્રદાયના સાધુ વિશે કે સંપ્રદાય વિશે ટિપ્પણી નહીં કરવા તાકીદ મૂળ ગાદીઓમાંથી છુટા પડેલા છે અને વાડાઓ ઉભા કરી સનાતન સાથે ઉભા રહે એ રાજકીય ઠેસ નહીં પહોંચાડે તેવું કહેવામાં આવ્યું છે
આ સમિતિઓની રચના તથા સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં 41 સંતો શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિ, 15 સંતો કાયદાકીય સલાહકાર સમિતિ, 8 સભ્યો મીડિયા પ્રવક્તા સમિતિ, 10 સંતો વ્યવસ્થા-આમંત્રણ સમિતિ, 10 સંતો નાણાકીય સમિતિ સાથે રજિસ્ટ્રેશન બાદ નક્કી થશે.