ગુજરાતમાં વરસાદી આફતના કારણે મોતનો આંકડો જાણી ચોંકી જશો
- 18 જિલ્લાઓમાં કુલ 183 વ્યક્તિનાં મોત નોંધાયા
- રાજ્યમાં 24 કલાકમાં છ વ્યક્તિનાં મોત થયાં
- પુરમાં તણાઈ જવાના કારણે 71 વ્યક્તિનાં મોત થયા
ગુજરાતમાં વરસાદી આફતને લીધે રાજ્યમાં 24 કલાકમાં છ વ્યક્તિનાં મોત થયાં છે. ત્યારે 306 મકાનોને આંશિક જ્યારે 28 મકાનોને સંપૂર્ણ નુકસાન થયુ છે. છ પૈકી ચારના ડૂબી જવાથી જ્યારે બેનાં દીવાલ પડતાં મોત થયા છે. તેમજ પુર, વાવાઝોડા સહિતની કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 183 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો: ભારત-કેનેડા વચ્ચે વણસેલા રાજદ્વારી સંબંધો વચ્ચે નવી તપાસ વેગવાન બનશે, જાણો કેમ
રાજ્યમાં 24 કલાકમાં છ વ્યક્તિનાં મોત થયાં
ગુજરાતમાં વરસાદી આફતના કારણે 19મી સપ્ટેમ્બરના સાંજના છ વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં છ વ્યક્તિનાં મોત થયા છે. છ પૈકી ડૂબી જવાથી કે તણાઈ જવાના કારણે 4 અને દીવાલ પડી જવાના કારણે 2 વ્યક્તિનાં મોત નોંધાયા છે. આ ઉપરાંત 306 મકાનોને આંશિક અને 28 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાવાના કારણે બે દિવસ પહેલાં જ ભરૂચ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે અસર થઈ હતી. આ સાથે જ આ સિઝનમાં પુર, વાવાઝોડા સહિતની કુદરતી આફતમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 183 લોકોનાં મોત થયાં છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે, છેલ્લી ઘડીએ PMOએ પ્રવાસનો કાર્યક્રમ બદલ્યો
વરસાદી આફતના કારણે 18 જિલ્લાઓમાં કુલ 183 વ્યક્તિનાં મોત નોંધાયા
ગુજરાતમાં વરસાદી આફતના કારણે 18 જિલ્લાઓમાં કુલ 183 વ્યક્તિનાં મોત નોંધાયા છે, જે પૈકી પુરમાં તણાઈ જવાના કારણે 71 વ્યક્તિનાં મોત થયા છે, વીજળી પડવાના કારણે આ સિઝનમાં 44 વ્યક્તિએ દમ તોડયો છે તથા વિવિધ કારણસર 68 વ્યક્તિનાં મોત નોંધાયા છે. કુલ ઈજાગ્રસ્ત વ્યક્તિની સંખ્યા 239 આસપાસ થાય છે. પહેલી એપ્રિલ 2023થી 19મી સપ્ટેમ્બર 2023ના અરસામાં કુલ 508 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે જ્યારે 21,343 મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 4,769 પશુઓનાં મોત નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.17 લાખથી વધુ ઈલેક્ટ્રિક પોલ કે પિલ્લરને નુકસાન થયું હતું.