- દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી
- વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા
- ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે
ગુજરાતમાં અત્યાર સુધી 100 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આજે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, જે બંગાળના ઉપસાગરમાં સર્જાશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે
આગામી ટૂંક સમયમાં મજબૂત વાવાઝોડું સર્જાશે
આગામી ટૂંક સમયમાં મજબૂત વાવાઝોડું સર્જાશે. તેની ગુજરાત પર અસર થશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. તેમજ આજથી રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી 100 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ આપે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથઈ. તેથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી બફારો વધશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.