બાથરૂમમાં ટૂથબ્રશ ક્યારેય ન રાખવું જોઈએ, કારણ જાણશો તો કરશો બંધ
- ટૂથબ્રશને બાથરૂમમાં એક જ હોલ્ડરમાં રાખવામાં આવે છે, જે ખૂબ જ અનહાઇજેનિક છે
- ટૂથબ્રશને બાથરૂમમાં રાખવાથી તે સ્ટૂલ કણોના સંપર્કમાં આવી શકે છે!
- જો તમે બાથરૂમને વધુ લોકો સાથે શેર કરતા હો તો તમારા બ્રશ પર વધુ બેક્ટેરિયા હોય તેવી શક્યતા છે
સંયુક્ત પરિવારોમાં રહેતા લોકો અથવા તો હોસ્ટેલ અને પીજીમાં રહેતા લોકો ઘણીવાર એક જ બાથરૂમ શેર કરે છે. આવી સ્થિતિમાં, દરેકના ટૂથબ્રશને બાથરૂમમાં એક જ હોલ્ડરમાં રાખવામાં આવે છે, જે ખૂબ જ અનહાઇજેનિક છે. ડેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સના મતે તમારા ટૂથબ્રશને બાથરૂમમાં રાખવાથી તે સ્ટૂલ કણોના સંપર્કમાં આવી શકે છે!
તમારા બાથરૂમના વાતાવરણમાં સ્ટૂલના કણો હાજર હોય છે. ખાસ કરીને જ્યારે તમે અથવા તમારી સાથે બાથરૂમ શેર કરનારી વ્યક્તિ ઢાંકણ બંધ કર્યા વિના ફ્લશનો ઉપયોગ કરે છે તો તેમાંથી હવામાં પાણીના ઝીણા કણો બહાર નીકળે છે. જેમાં મળમાંથી નીકળેલા બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો હોઇ શકે છે, જે તમારા ટૂથબ્રશની સપાટી પર જમા થાય છે. આજે આપણે એ તમામ કારણો વિશે જાણીએ કે તમારે બાથરૂમમાં ટૂથબ્રશ કેમ ન રાખવુ જોઈએ અને તેનાથી શું નુકસાન થઈ શકે છે?
ટોયલેટ સીટ પાસે ટૂથબ્રશ ક્યારેય ન રાખો
શું તમે તમારા ટૂથબ્રશને ટોયલેટ સીટની ખૂબ નજીક રાખો છો? જો હા, તો તે દૂષિત થઇ શકે છે. આ સિવાય , બાથરૂમ ઘણીવાર ભીનું હોય છે, જેના કારણે બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે અને ટૂથબ્રશ ગંદા થઈ શકે છે.
બાથરૂમ શેર કરતા લોકોને જોખમ વધુ
જો તમે તમારા બાથરૂમને વધુ લોકો સાથે શેર કરો છો, તો તમારા બ્રશ પર વધુ બેક્ટેરિયા હોય તેવી શક્યતા છે, કારણ કે ઘણા લોકો વિવિધ સપાટીઓને સ્પર્શ કરી શકે છે. કેટલીક વાર તમારી પાસે તમારા બાથરૂમને શેર કરવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી, તમે તમારી જાતને તેમજ તમારા ટૂથબ્રશને આ સંભવિત હાનિકારક બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી બચાવી શકો તેવી ઘણી પદ્ધતિઓ છે .
ટૂથબ્રશ સ્ટોર કરવા માટેની કેટલીક ટિપ્સ
ટૂથપેસ્ટ લગાવતા પહેલા તમારા ટૂથબ્રશને નળના પાણી નીચે સારી રીતે ધોવુ જોઇએ. તે તમારા ટૂથબ્રશની સપાટી પર બેઠેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, ઉપયોગ કર્યા પછી, તમારા ટૂથબ્રશને હવામાં સૂકવવા માટે ટુથબ્રશ હોલ્ડર કે કપમાં સીધુ રાખી દો. તમે એવા કન્ટેનર રાખી શકો છો કે જેમાં કેટલાય ટૂથબ્રશ માટે અલગ-અલગ સોકેટ હોય જેથી તેઓ એકબીજાના સંપર્કમાં ન આવે. એકવાર તમારું ટૂથબ્રશ સુકાઈ જાય, તેના પર કવર લગાવી દો.
તમારા ટૂથબ્રશને નિયમિતપણે બદલો
ખાતરી કરો કે તમે દર ત્રણથી ચાર મહિને તમારા ટૂથબ્રશને બદલો અથવા જો તેના બ્રિસલ્સ ઘસાઈ ગયા હોય તો તેનાથી પણ વહેલા બદલી શકો છો. જૂના અથવા ઘસાઈ ગયેલા ટૂથબ્રશનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે સારો નથી. આના કારણે તમારા દાંતને બરાબર બ્રશ કરી શકશો નહીં. આ ઉપરાંત, ધૂળ અને બેક્ટેરિયાને ટાળવા માટે તમારા ટૂથબ્રશ હોલ્ડરને પણ નિયમિતપણે ધોવાનું રાખો.
ફ્લશ કરતી વખતે ટોઇલેટનું ઢાંકણું બંધ કરો
ફ્લશ કરતાં પહેલાં ટોઇલેટનું ઢાંકણું બંધ રાખો. જેના કારણે હવામાં ફેલાતા ગંદા કણો ટોયલેટની અંદર જ રહેશે, બહાર નહીં આવી શકે. 2012ના યુકેના અભ્યાસમાં જ્યારે ટોઇલેટનું ઢાંકણ બંધ કરીને ફ્લશ કરવામાં આવ્યુ તો પણ સીટથી 25 સેમી ઉપર સુધી બેક્ટેરિયા મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ ધ કેનેડા ફાઇલ્સઃ ભારત વિરોધી પરિબળોને શરણ આપી રહી છે ટ્રુડો સરકાર