અમદાવાદગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ચોમાસુ પ્રવાસન માટે ફ્લાઈટ્સની ઉત્તમ વ્યવસ્થા

Text To Speech

અમદાવાદ : વરસાદની સાથે પ્રવાસનનો આનંદ માણવા ઈચ્છતા લોકો અમદાવાદના SVPI એરપોર્ટ પરથી ભારતભરના વિવિધ મોન્સૂન ડેસ્ટીનેશનની મુલાકાત લઈ શકે છે. આ ચોમાસામાં પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક સ્થળોને જોડતી ફ્લાઈટ્સનો લાભ લઈ શકે છે. ચોમાસામાં પ્રવાસન માટે ભારતમાં અનેક ઉત્તમ સ્થળો આવેલા છે, સહેલાણીઓ આવા સ્થળો પર સરળતાથી જઈ શકે તેવી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો આ મોન્સૂન સિઝનમાં પ્રાકૃતિક સૌંદર્યને મન ભરીને માણી શકે તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયો છે. SVPI પર વિવિધ એરપોર્ટ્સની મુલાકાત લઈ શકાય તેવા સુંદર સ્થળોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દાખલા તરીકે, અમદાવાદથી ગુવાહાટી વાયા પટના જતી દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. ગુવાહાટીથી, અરુણાચલ પ્રદેશમાં તેજુ અને પાસીઘાટ સુધીની ફ્લાઈટ્સ છે. જો તમે શિલોંગનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તો તમે આ રુટ પસંદ કરી શકો છો કારણ કે ગુવાહાટી અને શિલોંગ વચ્ચેનું અંતર 100 કિમી છે અને મુસાફરીનો સમય ત્રણ કલાકનો છે.

ચોમાસામાં રંગબેરંગી ફૂલોની પ્રાકૃતિક સજાવટનો આનંદ માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે કાસ સ્થિત ફૂલોની ખીણનો પ્રવાસ પણ હાથવગો બનાવાયો છે. પ્રવાસીઓ અમદાવાદથી પુણેની સીધી ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરી શકે છે. પુણેથી કાસ માત્ર 2 કલાકના અંતરે છે. તદુપરાંત લોનાવાલા, અલીબાગ અને માલશેજ ઘાટ જેવા મુંબઈ નજીકના તમારા મનપસંદ મોનસૂન ડેસ્ટીનેશન સુધી પહોંચવા SVPI એરપોર્ટ મુંબઈ સાથે સુપેરે જોડાયેલું છે. ગોવા અને બાગડોગરા માટે નોન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ઘ છે, વળી ધર્મશાલા, દેહરાદૂન, જયપુર અને ઉદયપુર માટે પણ વન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ અને બીજી ઘણી બધી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે.

અદાણી એરપોર્ટ્સ પર ટ્રાફિક ફ્લોમાં વધારો થતા વધારાની ફ્લાઇટ ફ્રીક્વન્સીઝ ઉભી કરાશે, અને વધારાના ટ્રાફિકને સુરક્ષિત કરવા વિવિધ એરલાઇન્સ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.

Back to top button