ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS Series : ઓસ્ટ્રેલિયા સામે આ બે ભારતીય બોલરોનો રહ્યો દબદબો

Ravindra Jadeja And Mohammed Shami : ભારતની એશિયા કપમાં શાનદાર જીત બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ 22 સપ્ટેમ્બર 2023 રોજ શરૂ થવા જઈ રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડે સિરીઝ રમશે.જેમાં આ વનડે સિરીઝમાં કુલ 3 વનડે રમાશે.

Bcciએ જાહેર કરી ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય ટીમ

આ ભારતીય ટીમમાં મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા મહત્વના સાબિત થઈ શકે છે.જેમાં મોહમ્મદ શમીએ અને રવિન્દ્ર જાડેજાએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટીમમાં સામેલ મોહમ્મદ સિરાજએ દાખવ્યું હતું શાનદાર પ્રદર્શન

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મોહમ્મદ સિરાજની આ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે.જેને હાલમાં યોજાયેલા એશિયા કપમાં 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી.ઓસ્ટ્રેલિયા સામે શમીની એવરેજ 34.71

મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામે કર્યું છે શાનદાર પ્રદર્શન

શમીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 22 વનડે મેચ રમી છે, જેમાં તેણે 21 ઇનિંગ્સમાં 32 વિકેટ ઝડપી છે.જેને હાલમાં એશિયા કપમાં પણ શાનદાર બોલિંગ કરી હતી.

 

મોહમ્મદ શમી-humdekhengenews
Mohammed Shami

રવીન્દ્ર જાડેજા પણએ ઓસ્ટ્રેલિયાને કર્યું છે પરેશાન

રવીન્દ્ર જાડેજાએ 39 મેચની 36 ઇનિંગ્સમાં 30 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામે જાડેજાની 58.66 રહી છે.ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવે ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં સૌથી વધુ વિકેટ લીધી હતી જેમાં કપિલ દેવે 41 મેચમાં 45 વિકેટ લીધી હતી.આ બાદ પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરએ 21 મેચમાં 36 વિકેટ લીધી હતી.

રવિન્દ્ર જાડેજા-humdekhengenews
Ravindra Jadeja

ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું સમયપત્રક:

1લી ODI – 22 સપ્ટેમ્બર – મોહાલી
બીજી ODI – 24 સપ્ટેમ્બર – ઈન્દોર
ત્રીજી ODI – 27 સપ્ટેમ્બર – રાજકોટ

ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં વધુ વિકેટ લેનાર પૂર્વ ભારતીય બોલરોની યાદી 

કપિલ દેવ – 45 વિકેટ
અજીત અગરકર – 36 વિકેટ
જવાગલ શ્રીનાથ – 33 વિકેટ
હરભજન સિંહ – 32 વિકેટ
મોહમ્મદ શમી – 32 વિકેટ
અનિલ કુંબલે – 31 વિકેટ
ઈરફાન પઠાણ – 31 વિકેટ
રવિન્દ્ર જાડેજા – 30 વિકેટ

આ પણ વાંચો :  એશિયા કપમાં જીત બાદ ભારતને મોટો ઝટકો, પાકિસ્તાન ODIમાં નંબર વન

પહેલી અને બીજી વનડે વનડે માટેની ટીમ ઇન્ડિયા

કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

ત્રીજી વનડે માટેની ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ

ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ , મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

આ પણ વાંચો : IND VS AUS : ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

Back to top button