ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

વિવાદાસ્પદ પંજાબી ગાયકનો શો રદ્દ, કોહલી સહિત અનેકે સોશિયલ મીડિયા પર કર્યો અનફૉલો

Text To Speech
  • NIA દ્વારા આ તમામ ગેંગસ્ટરો વિરોધ કાર્યવાહી શરુ, મિલકતો પણ જપ્ત કરવામાં આવશે.
  • ભારતના નકશા સાથે છેડછાડ કરવી પંજાબી સિંગરને ભારે પડી, વિરાટ કોહલીથી માંડી અનેક લોકોએ કર્યો અનફોલો

ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત-કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ખાલીસ્તાની તત્વોને કથિત રુપે સમર્થન આપવા બદલ સિંગર શુભનીત સિંહની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. શુભે સોશિયલ મીડિયા પર ભારતનો વિકૃત નકશો પોસ્ટ કરવાને કારણે ભારે વિવાદમાં આવ્યો છે. ભારતનો વિકૃત નકશો પોસ્ટ કરતાની સાથે જ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તેના મન પસંદ સિંગરને અનફોલો કર્યો છે. આ સાથે જ તેના અનેક આયોજિત કરાયેલા શો પણ રદ્દ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન ભારત સરકારે ભારતમાં ગુનો કરીને કેનેડામાં વસી ગયેલા અથવા કેનેડા ચાલ્યા ગયેલા આવા તમામ ગેંગસ્ટરો વિરુધ કાનૂની પગલાં લેવાનું શરુ કરી દીધું છે. દેશની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આવા ગેંગસ્ટરોની ભારતમાં રહેલી મિલકતોની જપ્તીની કાર્યવાહી શરુ કરી હોવાનું જાણવા મળે છે.

જાણીતા સિંગર શુભૂના અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરાયેલા હતા, એવામાં શુભૂની એક વિવાદીત પોસ્ટના કારણે સોશિયલ મીડિયામાં વિવાદે જોર પકડ્યું છે, ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા પાંખ BJYM એ મુંબઈમાં શુભના આગામી કાર્યક્રમના પોસ્ટરો હટાવી વિરોધ નોંધાવ્યો હતો.

પંજાબી પ્રખ્યાત સિંગર શુભનો શા માટે થઈ રહ્યો છે વિરોધ?

BJYMનો આરોપ છે કે શુભે સોશિયલ મીડિયા દ્વારા ખાલિસ્તાન ચળવળનું સમર્થન કર્યું છે. BHP યુવા વિંગે દાવો કર્યો છે કે શુભે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ભારતનો વિકૃત નકશો પોસ્ટ કર્યો હતો. BJYM પ્રમુખ તજિન્દર સિંહ તિવાનાએ જણાવ્યું હતું કે “શુભે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જમ્મુ અને કાશ્મીર અને પંજાબ વિનાનો ભારતનો નકશો પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેનો વિરોધ વધી રહ્યો છે.

  • સિંગર શુભે આ નકશો શેર કર્યો હતો જેમાં જમ્મુ અને કાશ્મીર અને પંજાબનો સમાવેશ કરવામાં આવ્યો નતો…જેના કારણે તે વિવાદમાં આવ્યો છે.

Bookmyshowએ પણ પોતાનો શો રદ્દ કર્યો

સિંગર શુભના ભારે વિવાદના કારણે Bookmyshowને પણ પોતાનો નક્કી કરેલો શો રદ્દ કરવો પડ્યો હતો, કારણકે થોડા સમય પહેલાં જ ‘અનઇન્સ્ટોલ BookMyShow’ X (અગાઉ ટ્વિટર) પર ટ્રેન્ડ કરી રહ્યું હતું કારણ કે ટિકિટિંગ પ્લેટફોર્મ તેની કોન્સર્ટ ટિકિટો વેચવાનું ચાલુ રાખ્યું હતું.

ત્યાર પછી  BookMyShowએ તેના X હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું કે તે 7-10 દિવસમાં ટિકિટનું સંપૂર્ણ રિફંડ કરશે.

આ પણ વાંંચો: અનિલ કપૂરે પોતાના અવાજ, ચહેરાનો દૂરુપયોગ અટકાવવા કોર્ટમાં અપીલ દાખલ કરી

Back to top button