ગુજરાત

ગુજરાત: સુરતમાંથી ડુપ્લીકેટ મસાલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું

Text To Speech
  • શહેરમાં વધુ એક ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ સામે આવ્યું
  • LCBએ નકલી મસાલા બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ
  • પોલીસે ત્રણ મશીન સહિત જથ્થા બંધ નકલી મસાલાને જપ્ત કર્યા

ગુજરાતના સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મસાલાનું કારખાનું ઝડપાયું છે. જેમાં ગાંગપુર ગામે ડુપ્લીકેટ મસાલા બનાવતા 2 લોકો ઝડપાયા છે. હરી ઓમ સોસાયટીમાં ડુપ્લીકેટ મસાલા બનાવતા હતા. જેમાં મસાલા પેકીંગના પાઉચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે

LCBએ નકલી મસાલા બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ

શહેરમાં વધુ એક ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મસાલા બનાવતા હોવાની ઘટના બની છે. આ દરમિયાન LCB નકલી મસાલા બનાવવાનુ કારખાનુ ઝડપી પાડ્યુ છે. સુરત ગ્રામ્ય પોલીસની ટીમે એક કંપનીએ જાણકારી આપી હતી. જેને આધારે પલસાણામાં દરોડો પાડતા જ ચોંકી ઉઠાય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. એટલું જ નહીં આરોપીઓ કારખાનુ ખોલીને નકલી મસાલા બનાવતા હોવાનુ ઝડપી પાડ્યુ હતુ. જાણીતી કંપનીના નામે નકલી પેકિંગ બનાવીને રસોઈમાં વપરાતા મસાલાનુ પેકિંગ કરીને વેચતા હોવાનુ સામે આવ્યુ હતું.

આ પણ વાંચો: ગુજરાત: નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી, પાણીની આવક 4.15 લાખ ક્યૂસેક 

પોલીસે ત્રણ મશીન સહિત જથ્થા બંધ નકલી મસાલાને જપ્ત કર્યા

પલસાણામાં દરોડા દરમિયાન પોલીસે ત્રણ મશીન સહિત જથ્થા બંધ નકલી મસાલાને જપ્ત કર્યા છે. 9 લાખ રુપિયાની કિંમતનો મુદ્દામાલને ઝડપવા સાથે એક આરોપીને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.નકલી મસાલા વડે લોકોના આરોગ્યના ચેડા કરવા રુપ નકલી મસાલાનો કારોબાર ચલાવાતો હોવાને લઈ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. એટલું જ નહીં નકલી મસાલા બનાવવાની સામે આવેલી વિગતો ચોંકાવનારી છે. ઘટનાને લઈ હવે મસાલાના નકલી પેકિંગ ક્યાં અને કેવી રીતે વેચવામાં આવતા હતા, તેમ જ નકલી મસાલા બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો એ અંગેની તપાસ શરુ કરાઈ છે.

Back to top button