ગુજરાતટોપ ન્યૂઝ

દક્ષિણ રાજસ્થાન તરફનું સર્ક્યુલેશન થયું સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

Text To Speech
  • બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે
  • જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણમાં ભારે વરસાદની આગાહી
  • આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ રાજસ્થાન તરફનું સર્ક્યુલેશન સક્રિય થયુ છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. તેમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરોમાં છે રેડ એલર્ટ

જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણમાં ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાનવિભાગ (આઇએમડી)એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ગુરુવાર સવાર સુધીની તેમની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, અતિભારે વરસાદની શક્યતાની સાથે જૂનાગઢ,સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદ સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

Back to top button