ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

રૂ.975 કરોડની છેતરપિંડી કેસમાં મંધાના ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ FIR નોંધતી CBI

Text To Speech

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંધાના ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ FIR નોંધી છે. મુંબઈ સ્થિત આ કંપની પર બેંક ઓફ બરોડાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે રૂ. 975.08 કરોડની કથિત છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં આ કંપનીનું નામ જીબી ગ્લોબલ લિમિટેડ છે.

બેંકની ફરિયાદ બાદ સીબીઆઈએ કાર્યવાહી કરી

તમને જણાવી દઈએ કે બેંકની ફરિયાદ બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. આમાં બેંકે આરોપ મૂક્યો હતો કે કંપનીના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ છગનલાલ મંધાના, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનીષ બિહારીલાલ મંધાના અને કેટલાક અન્ય લોકોએ ભંડોળ એકત્ર કરવા માટે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું રચીને કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી.

2008થી ક્રેડિટ લેવાનું કર્યું શરૂ

તેમાં કહેવામાં આવ્યું છે કે મંધાના પરિવાર દ્વારા સંચાલિત 39 વર્ષ જૂની કંપનીએ 2008 માં બેંક ઓફ બરોડા પાસેથી ક્રેડિટ સુવિધાઓ મેળવવાનું શરૂ કર્યું હતું. બેંકે તેમના લોન ખાતાને 31 ડિસેમ્બર, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) તરીકે જાહેર કર્યું હતું. બાદમાં બેંકોએ ફોરેન્સિક ઓડિટનો આદેશ આપ્યો હતો. ઓડિટમાં બહાર આવ્યું છે કે કંપનીએ આંતર-કોર્પોરેટ લોન સેટલ કરવા માટે ભંડોળનો દુરુપયોગ કર્યો હતો.

ઓડિટમાં ગેરરીતિઓ સામે આવી

ઉપરાંત, ટ્રસ્ટ એન્ડ રીટેન્શન એકાઉન્ટ (TRA) નો બિનઉપયોગ અને જુલાઈ 2016 થી સપ્ટેમ્બર 30, 2017 દરમિયાન રૂ. 420.39 કરોડની છેતરપિંડીભરી ખરીદી સહિત અન્ય ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી. આ ઉપરાંત, છેતરપિંડીભર્યા વ્યવહારો અને સર્ક્યુલર ટ્રેડિંગ અને ફંડનું ડાયવર્ઝન પણ ઓડિટમાં મળી આવ્યું હતું.

Back to top button