લોકસભામાં હશે 181 મહિલા સાંસદઃ ગુજરાત, UP સહિત કઇ વિધાનસભામાં કેટલી ‘નારીશક્તિ’?
- મહિલા આરક્ષણ બિલ રજૂ થયા બાદ લોકસભામાં કુલ 181 મહિલા સાંસદ હશે. બિલનો ઉદ્દેશ્ય રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર નીતિ-નિર્માણમાં મહિલાઓની વધુ ભાગીદારીને સક્ષમ બનાવવાનો છે
નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પ્રથમ બિલ રજૂ કર્યુ છે. પહેલુ જ બિલ મહિલા આરક્ષણ સંબંધિત છે. તેને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ નામ આપવામાં આવ્યું છે. કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું જેમાં લોકસભા અને વિધાનસભામાં 33% સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઇ છે. જો આ બિલ પાસ થાય છે તો હવે લોકસભા અને વિધાનસભામાં દર ત્રીજી સદસ્ય મહિલા હશે. જો કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. હવે આવતીકાલે તેની પર ચર્ચા થશે.
સરકારે કહ્યુ કે મહિલા આરક્ષણ બિલ રજૂ થયા બાદ લોકસભામાં કુલ 181 મહિલા સાંસદ હશે. બિલનો ઉદ્દેશ્ય રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર નીતિ-નિર્માણમાં મહિલાઓની વધુ ભાગીદારીને સક્ષમ બનાવવાનો છે. તેમાં કહેવાયુ છે તે આરક્ષણ લાગુ થયા બાદ 15 વર્ષ સુધી ચાલુ રહેશે. જોકે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષિત બેઠકોની અદલા બદલી થતી રહેશે.
#WATCH | Delhi: On Women's Reservation Bill, Congress MP KC Venugopal says, "We only introduced and passed it in Rajya Sabha…It is well and good now the government is coming for a bill. But when we saw the bill there is something that has to be done more. We think that the… pic.twitter.com/9Uls2EvJfQ
— ANI (@ANI) September 19, 2023
જાણો કેટલી વિધાનસભામાં કેટલી હશે નારીશક્તિ
રાજ્ય કુલ સીટ આરક્ષણ બાદ મહિલાઓની સંખ્યા
ગુજરાત 182 61
આંધ્રપ્રદેશ 175 58
અરુણાચલપ્રદેશ 60 20
આસામ 126 42
બિહાર 243 81
છત્તીસગઢ 90 30
દિલ્હી 70 23
ગોવા 40 13
હરિય 90 30
હિમાચલપ્રદેશ 68 23
જમ્મૂ કાશ્મીર 90 30
ઝારખંડ 81 27
કર્ણાટક 224 75
કેરળ 140 47
મધ્યપ્રદેશ 230 77
મહારાષ્ટ્ર 288 96
મણિપુર 60 20
મેઘાલય 60 20
મિઝોરમ 40 13
નાગાલેન્ડ 60 20
ઓડિશા 147 49
પુડ્ડુચેરી 30 10
પંજાબ 117 39
રાજસ્થાન 200 67
સિક્કિમ 32 11
તેલંગાણા 119 40
તામિલનાડુ 234 78
ત્રિપુરા 60 20
ઉત્તરપ્રદેશ 403 134
ઉત્તરાખંડ 70 23
પશ્વિમ બંગાળ 294 98
બિહાર વિધાનસભાની હાલત આવી હશે
મહિલા આરક્ષણ બિલ પારિત થયા બાદ જ્યારે મહિલાઓને 33 ટકા અનામત મળશે ત્યારે બિહારમાં કુલ 243 બેઠકોમાંથી 81 સીટ મહિલાઓને મળશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં 243માંથી 38 બેઠકો અનુસુચિત જાતિ અને બે બેઠકો અનુસુચિત જનજાતિ માટે પહેલેથી જ અનામત છે. આ પ્રકારે રાજ્યમાં કુલ 121 બેઠકો આરક્ષિત થઇ જશે. જે કુલ સીટોના લગભગ 50 ટકા હશે.
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પણ આવી જ થશે હાલત
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. તેમાંથી 84 બેઠકો અનુસુચિત જાતિ અને બે બેઠકો અનુસુચિત જનજાતિ માટે આરક્ષિત છે. મહિલા આરક્ષણ લાગુ થયા બાદ 134 બેઠકો મહિલાઓ માટે અનામત થશે. આ રીતે 403માંથી કુલ 220 બેઠકો રિઝર્વ થઇ જશે અને તે 50 ટકાથી પણ વધુ છે.
આ પણ વાંચોઃ નારી શક્તિ અધિનિયમ નામે મહિલા અનામત ખરડો સંસદમાં દાખલ