ટ્રેન્ડિંગનેશનલ

મોદી સરકારના મહિલા અનામત ખરડાના દાબડામાં શું હશે?

  • PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહિલા અનામત બિલને મંજુરી આપવામાં આવી છે.
  • આ બિલમાં મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામતની જોગવાઈ છે.

મહિલા અનામત બિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરતું આ બિલ લગભગ 27 વર્ષથી અટવાયેલું છે. જો કે, સરકારે હજુ સુધી આ પ્રસ્તાવિત બિલ વિશે માહિતી આપી નથી. 2008માં સંસદમાં છેલ્લે જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો પ્રસ્તાવ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે તમામ બેઠકોના 33 ટકા અનામત રાખવાનો હતો.

મહિલા અનામત બિલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ માટે અનામત સીટોની પ્રણાલી તેના અમલના 15 વર્ષ પછી ખતમ થઈ જશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં તે જૂથોની મહિલાઓ માટે અનામત રાખવાની હતી. સપ્ટેમ્બર 1996માં તત્કાલિન વડા પ્રધાન દેવેગૌડાની આગેવાની હેઠળની સંયુક્ત મોર્ચાની સરકાર દ્વારા 81મા સુધારા બિલ તરીકે લોકસભામાં આ બિલ સૌપ્રથમવાર રજૂ કરવામાં આવ્યું હતું.

ઘણી સરકારો મહિલા અનામત બિલ પસાર કરવામાં નિષ્ફળ

  • મહિલા અનામત બિલને ગૃહની મંજૂરી મેળવવામાં અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલા અનામત બિલની મંજૂરી મેળવવામાં અનેક સરકારો નિષ્ફળ રહીં છે.

મહિલા અનામત બિલની માંગ ગૃહમાં અનેક વખત કરવામાં આવી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું તેના માટે સમર્થન હોવા છતાં મહિલા અનામત બિલને બહુમતી મત મેળવવામાં નિષ્ફળ ગયા હતા. 2008માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. તે 9 માર્ચ, 2010 ના રોજ 186-1ના મત સાથે પસાર કરવામાં આવ્યું હતું. જો કે, બિલને ક્યારેય લોકસભામાં વિચારણા માટે મૂકવામાં આવ્યું ન હતું અને તે 15મી લોકસભાના પુર્ણ થતાની સાથે સમાપ્ત થઈ ગયું હતું. તે સમયે, આરજેડી, જનતા દળ (યુનાઇટેડ) અને સમાજવાદી પાર્ટી તેના મુખ્ય વિરોધીઓ હતા.

મહિલા અનામત બિલને અનેક પક્ષોનું સમર્થન

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ હંમેશા તેને સમર્થન આપ્યું છે. જો કે, કેટલાક અન્ય પક્ષોએ મહિલા ક્વોટામાં ઓબીસી અનામતની કેટલીક માંગણીઓને લઈને તેનો વિરોધ કર્યો હતો. હવે ફરી એકવાર ઘણા પક્ષોએ આ વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ લાવવા અને પસાર કરવાની જોરદાર હિમાયત કરી હતી, પરંતુ સરકારે કહ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: સંસદનું વિશેષ સત્રઃ આજથી નવી સંસદમાં સાંસદો બેસશે, આ બિલ્ડિંગમાં શું છે ખાસ?

Back to top button