ગુજરાતટોપ ન્યૂઝ

ગણેશ ચતુર્થીએ નવા વાહનોની ડિલિવરી અટકી, નવા નિયમથી ગ્રાહકોના મુહૂર્ત સાચવવામાં ડીલરો મુંઝવણમાં

  • ગુજરાતમાં હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે
  • નવા નિયમોની જાણકારી અને પ્રોસેસમાં સમય લાગી રહ્યો છે
  • વાહન રજિસ્ટ્રેશન તથા તમામ ટેક્સ ભર્યા બાદ નવો નંબર આવે છે

ગુજરાત રાજ્યમાં સરકારના નવા નિયમ જેમાં હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે તેમાં ગણેશ ચતુર્થીએ નવા વાહનોની ડિલિવરી અટકી છે. નવા નિયમોની જાણકારી અને પ્રોસેસમાં સમય લાગી રહ્યો છે. તેથી ગ્રાહકોના મુહૂર્ત સાચવવામાં ડીલરો મુંઝવણમાં છે.

આ મામલે 21 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે

નવા વાહનોને રજિસ્ટ્રેશનની સાથે જ નંબર પ્લેટ લગાવીને વાહન ચાલકોને ડિલેવરી કરવાની જવાબદારી ડિલર્સો માથે સરકાર દ્વારા નાખી દેવામાં આવતાં ગુજરાતભરમાં તેનો વિરોધ થયો હતો. ત્યારે સરકારના પરિપત્ર પર સ્ટેટ લગાવવા માટે ડિલર્સો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી અનુસંધાને હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ કમિશનર અને આરટીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અરજદારના જણાવ્યા અનુસાર, RTO દ્વારા ડીલર્સ પર જવાબદારી નાખી દેવાઈ, જે અયોગ્ય અને અન્યાયકારી છે. અમારી પાસે સરકારની જેમ દસ્તાવેજોની ખરાઈ કરવાની વ્યવસ્થા નથી. પબ્લિક પાસેથી ટેક્સ વસૂલીને કામગીરી ડીલર્સને માથે નાંખી શકાય નહીં. બિન તાલીમાર્થીઓના માથા પર જવાબદારી નાખી શકાય નહીં. ડીલરોની અરજી પર હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTOને નોટિસ પાઠવી છે. જ્યારે આ મામલે 21 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

નવા વાહનોની ડિલિવરી-HDNEWS

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની મન મૂકીને મહેર, જાણો કયા પડ્યો સૌથી વરસાદ 

ગુજરાતમાં હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે

ગુજરાતમાં હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 14 મી સપ્ટેમ્બરથી નવા નિયમનો અમલ થઇ રહ્યો છે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરી રહ્યાં છે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. પણ ગ્રાહકોના મુહૂર્ત સાચવવામાં ડીલરો મુંઝવણમાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એકવાર ગૃહિણીઓના બજેટ પર સંકટ, સિંગતેલનો ભાવ આસમાને 

શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવે છે

નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવે છે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે. અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

નવા વાહનોની ડિલિવરી-HDNEWS

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમથી પાણી છોડતા ગુજરાતના 5 જિલ્લાઓને અસર, જાણો કેટલા લોકોને પડી હાલાકી 

નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની

હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની છે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે. પણ આ નિયમમાં સમય બહુ લાગી રહ્યો છે. તેથી તહેવારોમાં નવા વાહનોની ડિલિવરી થઇ શકતી નથી.

Back to top button