ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

  • પાટણ અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • 21 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા
  • ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં કેટલાક શહેરોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી,મહેસાણા, જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભરુચ, સુરતમાં આવતીકાલે યલો એલર્ટ છે.

પાટણ અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ સાથે આવતીકાલે કચ્છ, પાટણ અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

21 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા

21 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. જેમાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં 105 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં પાટણ, મહેસાણામાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે.

ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમજ કચ્છમાં આજે ભારે વરસાદની શક્યતા છે. ત્યારે અરવલ્લી, ખેડા, મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે.

Back to top button