Dengue: ક્યાંક તમારા ફ્રિજમાં તો નથી છુપાયા ને ડેંગ્યુના મચ્છર?
- ચોમાસામાં અનેક બિમારીનો ખતરો વધે છે
- ડેંગ્યુ આ સીઝનમાં સૌથી વધુ થાય છે
- તમારા ઘરના ફ્રીજમાં પણ ડેંગ્યુના મચ્છર હોઇ શકે છે
મોનસુન આવ્યા બાદ અનેક બિમારીઓનો ખતરો વધી જાય છે. આ સમયે દેશભરમાં ડેંગ્યુના કેસ સતત વધી રહ્યા છે. ઘણી વખત ડેંગ્યુની જાણ ન થવાના કારણે દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. આજકાલ ડેંગ્યુ બાળકોથી લઇને વૃદ્ધ સુધીના લોકોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે. એવું પણ બની શકે છે કે તમારા ફ્રિજમાં ડેંગ્યુ ફેલાવનારા મચ્છર હોય, પરંતુ તમને તેની જાણ પણ ન હોય, તો ડેંગ્યુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જાણી લો.
તમામ રાજ્યોમાં વધી રહ્યા છે ડેંગ્યુના કેસ
દેશના દરેક રાજ્યમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે ઘરોમાં ડેંગ્યુના મચ્છરો થઇ રહ્યા છે. શું તમે જાણો છો કે ઘરમાં રહેલા ફ્રિજની ટ્રેમાં પણ ડેંગ્યુના મચ્છર હોઇ શકે છે. જાણો ડેંગ્યુના મચ્છર ઘરમાં કેવી રીતે પેદા થાય છે?
ડેન્ગ્યુ શું હોય છે, જાણો તેના લક્ષણો અને ઇલાજ
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ડેંગ્યુ એડીસ પ્રજાતિના મચ્છરથી થાય છે. વરસાદની સીઝનમાં જ્યારે તેજ તડકો નીકળે છે અને તાપમાન પોતાની ચરમ સીમા પર હોય છે, ત્યારે ડેંગ્યુનો ખતરો વધી જાય છે. આ દરમિયાન તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ભુખ ન લાગવી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા ડેંગ્યુના લક્ષણ છે. જો કોઇ વ્યક્તિને નોર્મલ ફીવર હોય તો તે ઝડપથી ઠીક થઇ જાય છે. જો કોઇ વ્યક્તિને ડેંગ્યુનો ફીવર હોય તો તેને ઠીક થવામાં વધુ સમય લાગે છે. કેટલાક દર્દીઓને ડેંગ્યુ થયા બાદ તેના પ્લેટલેટ્સ ખૂબ ડાઉન થઇ જાય છે, જે દર્દી માટે જીવલેણ સાબિત થાય છે.
શું તમારી ફ્રિજની ટ્રેમાં છે ડેંગ્યુના મચ્છર?
ડેંગ્યુના કેસ હંમેશા સ્વચ્છ પાણીમાં થાય છે. તેના ઉદ્ભવ માટે થોડુ જ પાણી પૂરતુ છે. તેથી નિષ્ણાતો કહે છે કે ઘરના ફ્રિજમાં રાખેલી ટ્રેમાં પણ ડેંગ્યુના મચ્છર થઇ શકે છે, પરંતુ આપણને તે વાતની જાણ હોતી નથી. જો તમે ડેંગ્યુથી બચવા ઇચ્છતા હો તો વરસાદની સીઝનમાં ફ્રિજને અઠવાડિયામાં એક વાર જરૂર સાફ કરવી જોઇએ. આ ઉપરાંત કૂલર અને ઘરની છત પર પાણી એકઠુ ન થવા દેવુ જોઇએ.
કેટલા દિવસ સુધી રહી શકે છે ડેંગ્યુ?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડેંગ્યુના ઇંડા પાણીમાં છ મહિના સુધી રહે છે. જો સ્વચ્છ પાણીમાં ઇંડા આવે છે, તો ડેંગ્યુના થવાનો ખતરો વધી જાય છે. તેથી આપણે પ્રયાસ કરવો જોઇએ કે પાણી એકઠુ ન થવા દે અને સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં આવે.
ડેંગ્યુની બિમારીથી બચવા માટે આટલુ ધ્યાન રાખો
- ઘરમાં ફુલ સ્લીવના કપડા જ પહેરો
- ઘરની છત પર પાણી જમા ન થવા દો
- પાણીની ટાંકીને સાફ રાખો અને ઢાંકીને રાખો
- ઘરમાં કોઇ પણ જગ્યાએ પાણી એકઠુ ન થવા દો
- તાવ આવ્યાના ત્રણ દિવસ બાદ ડેંગ્યુની તપાસ કરાવો.
- ઇમ્યૂનિટી બૂસ્ટ અને પ્લેટલેટ્સને વધારવાવાળી વસ્તુઓનું સેવન કરવુ પણ લાભદાયક છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 173 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ