રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.
લોધિકા પાસેની નદીમાં ઘોડાપૂર
રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી. લોધિકા પંથકમાં માત્ર 4.5 ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું હતું.
સ્થાનિકોએ 7 લોકોને બચાવ્યા
ધસમસમતા પાણીના પૂરમાં એક કાર નદીમાં તણાતા સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્ય હતા. ગામના લોકોએ કારમાંથી 7 લોકોને દિલધડક રીતે બહાર કાઢીને બચાવ કર્યો હતો. ગામના તરવૈયાઓ જાનના જોખમે નદીમાં કૂદી પડ્યા હતા. તમામ સાતેય લોકોને દોરડા વડે ખેંચીને બહાર કઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂનો વીડિયો પણ સામે આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કયાં કેટલો વરસાદ
ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકાઓમાં નોંધાયો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં નોધાયો છે. અહીં 8 ઈચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના દિયોદરમાં પણ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો નવસારીના ખેરગામમાં 5.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદથી નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે અનેક શહેરોમાં લોકોને અનેક સ્થળે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હજુ પણ 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
હજુ અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ શક્યતા છે.