ઉત્તર ગુજરાત

ડીસા: ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતાં દોડધામ

Text To Speech
  • ડીસામાં ભારે વરસાદને બદલે નવજીવન સોસાયટી પાસે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દીવાલ નીચે એક્ટીવા અને બાઈક દટાઈ જતા મોટો નુકસાન થયું હતું.

ડીસા: ડીસામાં ગઈકાલથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને આજે પણ દિવસભર વરસાદ વરસ્યો હતો. ત્યારે નવજીવન સોસાયટી પાસે આવેલ જલારામ ટિમ્બર માર્ટના દુકાનની દિવાલ અચાનક ધરાશાઈ થઈ જતા દોડધામ મચી ગઇ હતી. દીવાલ પર લાકડાના બબુંઓના ઉભા રાખેલા હોવાથી ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાઇ થઈ ગઈ હતી. દિવાલ ધરાશાયી થતા જ તેની પાસે પાર્ક કરેલ બાઈક અને એક્ટીવા પણ તેની નીચે દબાઈ ગયા હતા.

દિવાલ ધરાશાઇ હોવાની ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને નગર સેવકો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બાઈક અને એક્ટીવા દીવાલ નીચે દબાઈ જતા તેના માલિકોને મોટું નુકસાન થયું હતું. જ્યારે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ, ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ

Back to top button